________________
૭િ लब्ध्वा तोयदबिन्दुमेति विपुलं हर्षे यथा चातको। दृष्ट्वा बन्धुजनं भवोन्नततरं रोमाञ्चितस्त्वं तथा ॥
બીજાની સંપત્તિ જોઈ ખુશ થવું, ભાવાર્થ-કર્તવ્ય વ્રત પાળવાની જે ઈચ્છા હોય તો લેશ માત્ર પણ ઈર્ષ્યા કે જે બીજા અનેક દોષ ઉત્પન્ન કરનાર હોઇને સેવાના દ્વારને બંધ કરી દે છે તેને રાખવી ન જોઈએ કિન્તુ દૂરથી ત્યજવી જોઈએ. હે માનવ! બીજા મનુષ્યોને આદરપૂર્વક સન્માન મેળવતાં, ઉદય પામતા ઉત્કર્ષવાળા જોઇને તું તારા નિર્મળ મનથી સૂર્યને જોઈ કમળની પેઠે અત્યંત ખુશી થા. વસંતઋતુ આવતાં જેમ વૃક્ષો નવપલ્લવ થાય છે અને લતાઓ ફૂલવડે પુલકિત-વિકસિત થાય છે, મેઘની ગર્જના સાંભળી પર્વતના શિખર ઉપર રહેલા મત્ત મયૂરે જેમ ખુશી થાય છે, વરસાદના છાંટા મેળવીને જેમ ચાતક પક્ષી પુષ્કળ હર્ષ પામે છે, તેમ હે માનવ! તું પણ તારા માનવબંધુને ઉન્નત થતા જોઈને રોમાંચિત થા–અર્થાત રોમાંચ ખડા થાય તેટલો ખુશી થા. (૪૩–૪૪.).
વિવેચન-પ્રમોદ ભાવનાને બુધે “મુદિતા ભાવના અથવા આનંદી વૃત્તિને નામે ઓળખાવી છે. પરાઈ સંપત્તિને પોતાની સંપત્તિ કરતાં વિશેષ જોઇને ઈર્ષ્યાથી બળવું નહિ પરંતુ પ્રમુદિત થવું એ આ ભાવનાને હેતુ છે. ઘણું વહેવારકુશળ મનુષ્યો બીજાને પિતા કરતાં વિશેષ ધનવાન, વિદ્યાવાન, પુત્રવાન જોઈને બહારથી તો આનંદ દર્શાવે છે, પરંતુ અંતમાં બળે છે? પ્રમોદભાવનાનો હેતુ તો અંતરંગને આનંદથી રંગવાનો છે. વિધિવતાનિ દરતિ ચાનિ પુમવિ તિતિ એવું સમજીને પિતા કરતાં વિશેષ સંપત્તિમાન મનુષ્ય ઉપર વિધિની કૃપા ઉતરેલી જોઇને સંતુષ્ટ રહેવું એ જ સાચી પ્રમોદભાવના છે. સંપત્તિને અર્થ અહીં માત્ર ધનાદિ સ્થૂળ સંપત્તિ જ સમજવાને નથી; પરન્તુ સંપત્તિ અનેક પ્રકારની હોય છે. માનસિક સંપત્તિ, શારીરિક સંપતિ, આર્થિક સંપત્તિ, કેટુંબિક સંપત્તિ, ઈત્યાદિ અનેક પ્રકારની