________________
મૈત્રીઘાતકો : રૂ वैधयें यदि तत्त्वनिश्चयधिया तत्त्वं समालोच्यतां । वैदेश्यं यदि गृह्यतां नवगुणस्तस्मात्स्वयं दीयताम् ॥ वैजात्येऽपि विरोधभावजननं दोषावहं सर्वथा। भेदेऽपि प्रकृते योरनुचितं मैत्रीपथोत्सर्जनम् ॥
મંત્રીઘાતક પ્રકૃતિ દૂર કરવી. ભાવાથ–બે વ્યક્તિ કે બે સમાજ વચ્ચે ધર્મભેદ હોય તે મિત્રીનો ઘાત થવાનો સંભવ છે પણ ત્યાંએ મિત્રીને માર્ગ છોડવો ન જોઈએ કિન્તુ ધર્મભેદ હોય ત્યાં તત્ત્વનિશ્ચય કરવાની બુદ્ધિથી તત્ત્વની સમાલોચના કરવી, જ્યાં દેશભેદ હોય ત્યાં પણ વિરોધ ન કરતાં ગુણની આપ લે કરવી અર્થાત હામામાં નવા ગુણ હોય તે લેવા અને આપણામાં હોય તે તેમને દેવા, જ્યાં જાતિભેદ હોય ત્યાં પણ વિરોધ કરે તે સર્વથા દોષપૂર્ણ છે; જ્યાં બેના સ્વભાવ વચ્ચે ભેદ હોય ત્યાં પણ મંત્રીનો માર્ગ છેડવો ઊંચિત નથી. (૩૯)
વિવેચન–બાહ્ય જીવન ઘણું વાર મનુષ્યના આંતરું જીવન ઉપર અસર કરે છે, એટલે કેટલીક વાર એવા સંયોગોમાં મનુય આવી પડે છે કે તેની મૈત્રી ભાવના હચમચી જવા પામે છે. આવા પ્રસંગે શું કરવું ? ગ્રંથકાર આ શ્લોકમાં એવા મિત્રીઘાતક પ્રસંગેના ચેડાં ઉદાહરણ આપે છે. બે વ્યક્તિ કે બે સમાજ વચ્ચે ધર્મભેદ હોય તો મૈત્રીને ઘાત થવાને પ્રસંગ આવે છે. સ્વધર્મનું અભિમાન રાખવું એ એક સગુણ છે, પરંતુ એ સદ્ગણ જે અન્યધર્મ પ્રત્યે દ્વેષને ઉત્પન્ન કરનાર નીવડે તો એ સદગુણ દુગુણરૂપ જ લેખાય છે. ધર્મનું અભિમાન પ્રશસ્ત હોવું જોઈએ—ધર્મતત્ત્વનું અભિમાન હોવું જોઈએ; તેને બદલે પોતાના ધાર્મિક સંપ્રદાય, મત, પંથ કે વાડાનું અભિમાન રાખવું એ તો વૃત્તિની શુદ્ધતાને દર્શાવે છે. એટલા માટે ધર્માભિ