________________
ॐ नमो वीतरागाय ॥
कर्त्तव्य-कौमुदी.
NO
6330
द्वितीय ग्रन्थ.
“કર્તવ્ય-કૌમુદી” ના પ્રથમ ગ્રંથને પ્રારંભમાં ગ્રંથકારે જેવી રીતે ઈષ્ટ દેવનું સ્તવન-મંગલાચરણ કર્યું હતું, તેવી રીતે આ દ્વિતીય ગ્રંથના પ્રારંભમાં પણ તે મંગલાચરણમાં સ્તવન કરે છે. ઈહલોકના અને પરલોકના શ્રેયને અર્થે મનુષ્ય જે કર્તવ્ય કર્મ કરવાનાં હોય છે તે કર્તવ્ય કર્મને ઉપદેશ આ બે ગ્રંથમાં કરવામાં આવેલ છે. તે ઉપદેશને આધાર સાથે સર્વદેશી માનવ ધર્મના ઉપદેશ ઉપર રહેલો છે. પ્રથમ ગ્રંથમાં ગ્રંથકારે એક જૈન મુનિ તરીકે પોતાના ઈષ્ટ દેવનું–પંચમ કાળના શાસનપતિ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન કર્યું હતું. ગ્રંથના હેતુની અને પોતાના દષ્ટિબિંદુની વિશાળતાનું દર્શન કરાવતાં આ દ્વિતીય ગ્રંથના પ્રારંભમાં તે સર્વ ધર્મને સામાન્ય અભીષ્ટ તત્ત્વનું સ્તવન કરે છે. જેમાં વિશાળ દૃષ્ટિના, કેવળ મુમુક્ષુ ભાવે જગતમાં સત્યને શોધનારા અને સ્વાનુભૂત સત્યને જગતના કલ્યાણાર્થે ઉપદેશનારા છે તેઓને તૉ “વસુધૈવ ગુરુગુ' એ જ એક ભાવના હોય છે.
भवबीजाकरजलदा रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥
અર્થાત–જગતની ચોરાશી લાખ યોનિમાં જીવને ભ્રમણ કરાવનારા અંકને પિષનારા જે રાગાદિ દે છે તે છે જેના ક્ષય પામ્યા છે તે બ્રહ્મા હોય, અથવા વિષ્ણુ હોય અથવા શંકર હોય, અથવા જિન હોય– ગમે તે દેવ હોય તો પણ તેને નમસ્કાર છે. એ જ પ્રકારની વિશાળ દષ્ટિથી, ગ્રંથકાર મંગલાચરણ કરે છે.