________________
૭૫
જ્ઞાનથીજ હિત માર્ગને બંધ થાય છે, અને તેથી રત્નત્રયીમાં પ્રવૃતિ બને છે, છેવટે તેનાથી પૂર્વનાં સંચિત, કીધેલા કર્મને નાશ થઈ મેક્ષ મળે છે, બાદ અવ્યાબાધ સુખ અનુભવે છે, તેટલા માટે દક્ષજને જ્ઞાન પ્રાપ્તિ માટેજ યત્ન કરે છે. यदज्ञजीवो विधुनोति कर्म
___ तपोभिरुग्रैर्भवकोटिलक्षः ज्ञानी तु चैकक्षणतो हिनस्ति
तदत्र कर्मेति जिना वदंति ॥१८५॥ કેટી લક્ષ ભવ સુધી ઉગ્ર તપવડે અજ્ઞ છે જે કર્મ નાશ કરે છે, તે કર્મોને જ્ઞાની એક ક્ષણ માત્રમાં જ બાળી નાંખે છે, એમ જીનેશ્વરેએ ભાખ્યું છે. चौरादि दायादतनूजभूपै
रहार्यमयै सकलेऽपि लोके धनं परेषां नयनरदृश्य
જ્ઞાન ના થતમાં વહેંતિ રહ્યા જ્ઞાનરૂપી ધન એવું છે કે જેને ચોર લુંટારા આદિ ચેરી કે લુંટી શકતા નથી, ભાઈ ભાગીદાર જેને વાટી શકતા નથી, પુત્રાદિ મરણ બાદ જેના ભાગ પા શકતા નથી. રાજાઓ જેને હરી શકતા નથી. જે સકલ લોકને વિષે પૂજ્ય છે, અને જેને અન્ય લેકે આંખેથી જોઈ શકતા નથી એવા જ્ઞાન ધનને ધારણ કરનારાઓને ધન્ય છે.