________________
e
ઉપરના ગ્રન્થાના અભ્યાસથી માલમ પડે છે કે અમિતગતિ મહારાજ ચરણાનુયાગ ઉપરાંત કરણાનુયાગ તેમજ દ્રવ્યાનુયાગના પણ અસાધારણ પડિત હતા.
સુભાષિત રત્ન દાહમાં સસારિક વિષય નિરાકરણૢ માયાહુ કાર નિરાકરણ, ઇન્દ્રિય નિગ્રહેાપદેશ, સ્ત્રગુણ દોષ વિચાર, દેવ નિરૂપણુ, જીવ સમાધન વીગેરે ખત્રીસ પ્રકરણા છે ને દરેક પ્રકર્ણના વિષયના વીસથી પચીસ સુભાષિત ક્ષેાકેા છે. સરલ સંસ્કૃતમાં પ્રત્યેક વિષય ઘણી સુંદરતાથી વર્ણવેલ છે. તેમજ આખા ગ્રન્થ માઢે કરવા લાયક છે. ગ્રન્થના અંતમાં ૧૧૭ ક્ષેાકેામાં શ્રાવક ધમ નિરૂપણ નામનુંપ્રકરણ ઘણુ સારૂં છે. અને તેમાં શ્રાવક ધર્મના સંબંધી સંક્ષેપમાં સારૂં વિવેચન કરેલ છે.
•
જર્મીન પ્રોફેસર હેલ્યુમેટ ગ્લાજેનાપ (બર્લિન)ના લખેલ જમન ભાષાના “જૈનિઝમ” નામના ગ્રન્થ છે; કે જેનું શ્રીયુત નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલે કરેલ ગુજરાતી ભાષાંતર જૈન ધર્મીપ્રસારક સભા, ભાવનગર તરફથી ‘જૈન ધમ' એ નામથી પ્રકટ થયેલ છે તેમાં ‘સુભાષિત રત્ન સદાહ” માટે જે જણાવેલ છે તે અત્ર ઉતારવામાં આવે છેઃ—
દિગમ્બર સાધુ અમિતગતિએ લખેલા “ સુભાષિત સંદેહ જેવા કાવ્યેામાં જૈન ધર્મના ઉપદેશની સ્પષ્ટ છાપ તરી નીકળે છે. અમિતગતિએ આ ગ્રંથમાં મેહવિલાસની અનિત્યતાનું વર્ણન કર્યુ છે, જરા અને મરણ વિશે ખ્યાલ આપ્યો છે, કામ, ક્રાય, લેાભ, મેાહ વિરૂદ્ધ વિવેચન કર્યું છે, માંસ, મદિરા અને મદ્ય સંબંધે, જુગાર વિષે અને વેશ્યાગમન સમ્બન્ધે નિવારણ કર્યું છે અને જૈન ધર્મની વિધિએ પાળવાના ઉપદેશ આપ્યા છે. ભૌતિક વિલાસા એકેએક વર્ણવ્યા છે અને તેની નિરર્થકતા વિષે નિરૂપણ કર્યું છે. પવિત્ર સાધુને ધટે એમ સ્ત્રી સંબંધી એમણે કેવા બળવાન નિષેધ કર્યો છે. તેના આ નીચે નમુના છેઃ—