________________
પ્રસ્તાવના,
“સુભાષિત રત્નસંદેહ.” ગ્રંથના મૂળ કર્તા શ્રીમાન માથુરસંઘના આચાર્ય મુનિશ્રી અમિતગતિ છે. તેમના જન્મ કાળ સંબંધી હજી સુધી પુરતી વિગતે મળી શકી નથી, સિવાય કે આચાર્યશ્રીએ જે પિતાના પુસ્તકમાં પ્રશસ્તિ રૂપે આપેલી છે, એટલે કે સુભાષિત રત્ન સંદેહના કાળ સંબંધી આચાર્યશ્રીએ છેલ્લા શ્લોકમાં લખેલ છે કે સદરહુ પુસ્તક વિક્રમ સંવત ૧૦૫માં રચેલું છે, માટે આચાર્ય શ્રીના જન્મ કાળ માટે અનુમાન શિવાય બીજું કંઈ સાધન મળતું નથી. તેમજ ગૃહસ્થપણામાં શું નામ હતું અગર કયા નગરમાં અને ક્યા કુળમાં ઉત્પન્ન થયા હતા તેના સંબંધમાં કંઈ પત્તા મળતો નથી.
શ્રીયુત નાથુરામ પ્રેમીકૃત વિતત રન માળામાં આચાર્યશ્રીના જીવન કાળ સંબંધી અનુમાન બાંધેલ છે અને તેમાં કરેલા વાસ્તવિક વિવેચન પરથી એમ માની શકાય કે આચાર્યશ્રીને જન્મ સંવત ૧૦૨૫માં થયો હશે. કારણ કે પોતે સુભાષિત રત્નસંદેહના અંતમાં પિતાના માટે “શમ દમ યમ મૂર્તિઃ ચંદ્ર શુરૂ કીતિ' વિશેષણો વાપરેલાં છે. તે ઉપરથી એમ જણાય છે કે તે વખતે તેમની અવ
સ્થા પૂરી યુવાવસ્થા હેવી જોઈએ. અને દીક્ષા લીધે ચારથી છે વર્ષ થઈ ગયાં હશે. વિશેષમાં તેમણે બાળપણમાં દીક્ષા લીધી નહીં હાય પરંતુ થોડો વખત ગૃહાવસ્થા ભગવ્યા બાદ પોતાને વૈરાગ્ય દશા પ્રાપ્ત થઈ હશે. આ ઉપરથી સુભાષિત રત્નસંદેહ લખતી વખતે તેમની અવસ્થા ૨૫ થી ૩૦ વર્ષ હોવી જોઈએ એટલે સુભાષિત રત્નસંદેહ વિક્રમ સંવત ૧૦૫૦માં રચાયેલો છે તો તેમનો જન્મ ૧૦૨૫માં લગભગ થવો જોઈએ-આચાર્યશ્રીના ગૃહાવસ્થા સંબંધી બીજી કંઈ પણ વિશેષ માહીતિ જન સમૂહ આગળ મુકી શકાય તેમ નથી.