________________
પ્રકાશક તરફથી બે બાલ.
સસાર ચક્રના ભ્રમણમાં જીવ માત્રને માટે જન્મ અને મર અનિવાય` નિર્માણ થયેલ છે. પુત્ર ભાપાત આયુષ્યના બંધ હાય તેટલુંજ તે પછીના ભવમાં તે જીવ ભાગવી શકે. પછી બાળવય કે યુવાવસ્થા, કે પ્રેાઢાવસ્થા કે વૃદ્ધાવસ્થાની વ્યવસ્થા, આયુષ્યના સંબંધમાં હેાતી નથી. કાઇ પણ અવસ્થામાં તે બની જાય. તેજ રીતે મારા દુર્ભાગ્યે મારા અનુજ બંધુ ભાઈ દયાળજી કે જેમણે મને મેટા ભાઇ તુલ્ય નહીં પણ પેાતાના પીતાતુલ્ય જીવન પર્યંત માન્યા, તેવા સદ્ગુણી બંધુને આ નશ્વર સંસાર, નજર સમક્ષ જોત જોતામાં છેડી જતાં જોવા મને વખત આવ્યા અને તેની જીંદગીમાં શરૂ કરેલું કાય અધુરૂં રહી જતાં તે પુરૂં કરાવવાના ખાજો મારા શીર પડયા. તે અધુરૂં કાર્ય પુરૂં કરવાનું ભાઈ દયાળજીના સહાધ્યાયી અને મિત્ર ભાગીલાલ અત્રતલાલ જવેરીએ ઉપાડી લીધું અને તેમણે પુરૂં કર્યું, અને તે પુસ્તક તપાસી સુધારી આપવા સારૂ પુજ્ય મુનિ મહરાજશ્રી દનવિજયજી મહારાજે અમારી વિનંતિ સ્વીકારી તપાસી આપ્યું તે માટે હું બન્નેના ઋણી છું. અને પુસ્તક તૈયાર થતાં મુમુક્ષુ જનાના વાંચન અને મનન માટે સાદર પ્રગટ કરવા સમથ થયા છું. અને તેમ કરીને મારા તે સદ્ગત ભાઇની અંતીમ ઇચ્છા હું પૂર્ણ કરવાના સંતેાષ અનુભવું છું અને વાંચક વૃંદું આ પુસ્તકથી મેધ મેળવી તેના લાભ જીજ્ઞાસુઓને આપે એજ મહેચ્છા.
શ્રાવણ સુદી પચમી રવિવાર
સંવત ૧૯૮૮ તા. ૭ ઓગસ્ટ ૧૯૩૨
}
શા. હીરજી ગ’ગાધર ભણસાલી.