________________
ઉષ્ણક ગભૂમિ–સ્થલનિર્ણય યા સૂચનમાત્ર પણ મુશ્કેલ છે. રાજગૃહ–જાણીતું છે.
રાઢ વજભૂમિ શુદ્ધભૂમિ–અનાર્ય સ્થલો પિકી રાઢને ઉલ્લેખ ઉપર થઈ ગયું છે અને સુહમ પણ મિદનાપુર છલાને લઈ શકાય. રાઢ અને સુહમ ઘણું ભાગે સાથેજ બેલાય છે, અને વજભૂમિ-બીરભૂમ-વીરભૂમિના પ્રદેશને લેવાથી બાધા નથી આવતી.
સિદ્ધાર્થ પુર કૂર્મગ્રામ–નિર્ણય નથી.
વાણિજ્યગ્રામ–ઉપર લખાઈ ગએલ છે. સાવથી–સંત મહંત કિલો, દશમ વર્ષારાત્ર દશમા અને અગીઆરમાં ચોમાસા જે વિશાલીમાં થયું છે તેની વચ્ચે અનેક સ્થલો આવી જાય છે અને પંથ પણ અતિ લાંબે છે.
સાવસ્થીથી સાનુલછ– અનિર્ણિત.
ભૂમિ, વાલુકા, સુક્ષેત્રા, હસ્તીશીષ, તાંસલી, મેસલી, વળગામ–આ સ્થલમાં કર્મ નિજરાર્થે છ માસ ગાળ્યા અને મુનિ શ્રી ન્યાયવિજયજીએ વર્ણન કરેલા સંગમ દેવના ઉપસર્ગો અહિં થયા.
દૃઢભૂમિને સિંગભૂમિ તરીકે લેવા સુચના માત્ર છે. તસલી કટક પાસે આવેલું ધવલી જે ખારવેલ રાજાના વખતમાં ઉત્તર કાલિંગનું પાટનગર હતું તેને પ્રો. જયસ્વાલ અનેક પૂરાવાથી તાંસલી તરીકે સાબીત કરે છે, - હસ્તીશીર્ષ–પ્રસિદ્ધ હાથી ગુફા તે ન હોય કે જ્યાં હાથીની શુંઢ છે અને તે સલીથી નજીક જ છે.
આલંભિકા –કને જ પાસેનું નેવાલ લેવાથી પંથ અતિ દૂર થઈ પડે છે પણ આરા પાસે કોઈ સ્થલ લેવાથી અનુકુળતા જણાય છે.
વેતબિન્નેપાલનું મુખ્ય શહેર. આ નગરી જન ગ્રન્થમાં પ્રસિદ્ધ છે પણ બૌદ્ધ ગ્રન્થમાં તેને નામ નિર્દેશ જાણમાં નથી.