________________
૧૪
પૃષ્ઠચપ કાંગલા:–ચીની મુસાફરના લખાણ મુજબ ચંપાથી ૪૦૦ લી યાને ૭૦ માઇલ પર પૂર્વમાં કયંગલા નગરી હતી. ચંપાથી નદી રસ્તે જતાં તે અંદાજ ૯૦ માઇલ થાય છે પણ ખુલ્કી માર્ગે ૭૦ માઇલ થાય. આ યંગલા રાજમહાલથી દક્ષિણે ૧૮ માઇલપર છે. (કનગહામ), અને યંગલા નામનું ગામ હૈયાત છે કે જે આઝમગજથી ઉત્તરે બરહરવા અને છલાંગાની વચે મુકી શકાય. આવી રીતે વારે કયંગલાને નિર્ણય થાય છે કે ચંપાથી પૂર્વમાં ૭૦ માઇલપર છે તે પૃષચંપા તે બે સ્થલોની વચ્ચેજ હોવી જોઈએ. કારણ પ્રભુ ચંપાથી નીકલી પૃષચંપામાં ચોમાસું રહ્યા અને ત્યાંથી તુરત કયંગલા ગયા.
સાવથી:–બલરામપુર સ્ટેશનેથી ૧૨ માઈલપર સેટ મેટને કીલો છે તે અનાથી ૫ માઈલ પર છે અને તે અયોધ્યાથી ઉત્તરે ૩૦ માઈલ છે. તે અંકોના અને સેટ મેટને સંયુક્ત પાંચ માઈલને પ્રદેશ સાવથ્થી તરીકે લઈ શકાય (જેને માટે જુઓ કનીંગહામ અને વિજયધર્મસૂરિની પ્રાચીન તીર્થમાલા ભાગ ૧) તીર્થકલ્પમાં પણ લખ્યું છે કે સંપરૂવાટે મટિત્તિ તા.
અહિંથી હાલેદુર્ગ-નંગલા-આવર્ત થઈ તેઓ ચોરાસંનિષે આવ્યા તે ચોરાગ પૃષ્ઠચંપાની નજીક છે માટે હાલેદુર્ગ આદિ સાવ થીથી પૃષ્ઠચંપા જતાં રસ્તામાં લેવા જોઈએ તેને સ્થળ નિર્ણય કર.
લાઠ-રાઢ-બંગાલને રાઢ નામે પ્રદેશ. આ રાઢ પ્રદેશની ઉત્તર સિમા રાજમહાલના ટેકરાઓ છે પ્રાચીન કાલમાં રાજમહાલના ટેકરાઓથી આરંભી દક્ષિણે પૂર્વાર્ધ મદનાપુર બાંકુરા બર્દવાન હુગલી હાવરા વિગેરે આહલાઓ સમેત રાઢ પ્રદેશ કહેવાતું હતું. વલી ઉત્તર રાઢ અને દક્ષિણ રાઢ આ બે પ્રદેશ અા નદીથી વિભક્ત થતા હતા.
પૂર્ણ કલસર—આ સ્થળને નિર્ણય થયો નથી. પણ શ્રી આવશ્યક પરથી જણાય છે. રાઢ નામે અનાર્ય ભૂમિની સરહદ પર આ એક અનાર્ય ગામ હતું.