________________
સિવાયના બીજા કલ્પને વિચ્છેદ હેઈ સ્થવિર કલ્પને મુખ્યસ્થાન આપી વસ્ત્રધારી વેતામ્બરો થયા. એ શું આટલા પુરાવા પછી સંભવિત નથી ? છતાં પણ આ ચર્ચાત્મક વિષયને શેષને નિર્ણય કરવાનું હું વાંચકવૃંદ ઉપર છોડું છું અને તેમાં ઉદારભાવે થયેલી આ સૂચનાઓ આદર પામશે. છે તિરા છે
પરિશિષ્ઠ (૨)
છઘસ્થ દશામાં શ્રી મહાવીર પ્રભુનાં વિહાર–સ્થલે.*
લેખક–રા. દયાળ ગંગાધર ભણસાલી. બી. એ., કલકત્તા.
કંડપુર–કનીંગહામ માને છે કે આ સ્થલ વૈશાલીને એક ભાગ હોવો જોઈએ. કારણ મહાવીર પ્રભુને “વૈશાલિય” કહેવામાં આવેલ છે. જો કે આ વિશેષણ વિશાલા નગરીને વતની તેમજ પ્રાન્તને વતની બન્નેને લાગુ પાડી શકાય. તેઓ (ડે. હરનલ પણ એમજ) માને છે કે ક્ષત્રીયકુંડ અને બ્રાહ્મણકુંડગ્રામ આ બને વૈશાલીના શાખાપુર અગર સ્પષ્ટ રીતે કહીએ તે “પાડા” હતા. આ બધી માન્યતાને અંગે તેઓ વિશાલા નગરીને બેસાર” Besarh ગામ તરીકે જણાવે છે જે સ્થલ બૌદ્ધ ગ્રન્થામાં અને ચીની મુસાફરના આપેલા અંતરે સાથે બરાબર મળતું આવે છે. આ ગામથી છ માઈલને આંતરે બ્રાહ્મણગામ નામે ગામડું પણ અસ્તિ ધરાવે છે. પ્રાચીન બ્રાહ્મણકુંડગ્રામ હેાય તે તેમાં કાંઈ બાધ નથી. બેસારમાંથી તે ખેદકામ કરતાં તેમજ વિશાલને મહેલ વિગેરે સ્થળે લગ્નાવશેષ સ્થીતિમાં આજે પણ મોજુદ છે (જુઓઝનીંગહામ) શેષમાં
* સંવત ૧૯૮૩ના ફાગણ ચૈત્ર પુસ્તક ૩-૨ અંક ૭૮ પા. ૩૭૪.