________________
૨૭૫
પ્રાણીઓને ધર્મ તરફ આકર્ષવાને માટે જે પ્રકટન (ઉપદેશ આદિદ્વારા જે પ્રસિદ્ધિ) તેને શાંત રસમાં નિમગ્ન ચતિવરે ત્યાગધર્મ નામે સંબંધે છે. यदिह जहति जीवाजीवजीवोऽत्थभेदा
त्रिविधमपि मुनीन्द्राः सङ्गमङ्गेऽप्यसङ्गाः । जननमरणभीता जन्तुरक्षानदीष्णा गतमलमनसस्त स्यात्सदाकिंचनत्वं ॥७०५॥
અકિંચન્ય જન્મ મરણ રૂપી સંસારચક્રથી ભય પામેલા, પોતાના શરીર માટે પણ મેહ મમતા રહિત, સર્વ પ્રાણીઓની રક્ષા કરવામાં તત્પર મહા મુનિઓ જે-સચિત, અચિત્ અને મિશ્ર-એવા ત્રણ પ્રકારના પરિગ્રહને સર્વથા ત્યાગ કરે છે તે નિષ્પાપ પવિત્ર મનના ધારક મુનિઓને આકિં. ચન્ય નામે ધર્મ છે. वरतनुरतिमुक्तेर्वीक्ष्यमाणस्य नारीः
स्वमृदुहितसवित्रीसंनिभाः सर्वदैव । जननमरणभीतेः कूर्मवत्संतृतस्य गुरुकुलवसतिर्या बह्मचर्य तदाहुः ॥७०६॥
- બ્રહ્મચર્ય ધર્મ
તવંગી સુંદરીમાં પણ રાગથી મુક્ત સમસ્ત નારીઓને પિતાની મા, બહેન અને પુત્રી સમાન સદા ગણનાર જન્મ મરણના ચક્રાવાથી ભીતિ પામેલા અને કાચબાની જેમ અંગોપાંગ સંકેચી રાખનાર મુનિઓને ગુરૂકુલવાસ તેજ બ્રહ્મચર્ય ધર્મ છે.