________________
૨૬૭
સમસ્ત લબ્ધિઓના ધારક દયાળુ મુનિએ પ્રાણીઓને નિયમ, તપ અને વ્રતના ઉપદેશ આપે છે અને ચતુર્વિધ મુનિગણ પ્રત્યે સદા વિનય પર રહે છે, તે સાધુએ પાપ રૂપી વનને બાળી ભસ્મીભૂત કરી નાંખે છે.
પ્રકરણ ૨૮ મું.
ધમ નિરૂપણ.
માલિની
अवति निखिललोकं या पितेवाहतात्मा दहति दुरितराशि पावको वेन्धनौघं । वितरति शिवसौख्यं हन्ति संसारशत्रु विदधति शुभबुद्धया तं बुधा धर्ममत्र ॥ ६९० ॥
જે પૂજ્યાત્મા પિતાની જેમ સમસ્ત જીવાનું રક્ષણ કરે છે, અગ્નિની જેમ પાપપુજરૂપી ઇંધનના ઢગ માળીને ભસ્મીભૂત કરી નાંખે છે, સંસારરૂપી શત્રુને હણીને મોક્ષ સુખની પ્રાપ્તિ કરાવે છે, તે ધર્મના વિદ્વાન્વર્ગ શુભ બુદ્ધિથી આદર કરે છે.
जननजलधिमज्जज्जन्तु निर्व्याजमित्रं
विदधति जिनधर्मे ये नरा नादरेण । कथमपि नरजन्म प्राप्य पापोग्रशान्तेविमलमणिमनर्घ्यं प्राप्य ते वर्जयन्ति ॥ ६९१ ॥