________________
૨૩૧
કામ રૂપી શત્રુ મનુષ્યનું જેટલું અહિત કરે છે તેટલું અહિત, (મનુષ્ય) શત્રુ, કોપાયમાન થએલે રાજા, ગજરાજ કે ઉગ્ર વિષ સર્ષ પણ કરી શકતા નથી. કારણકે – एकभवे रिपुपन्नगदुःखं जन्मशतेषु मनोभवदुःखं । चारुधियेति विचिन्त्य महान्तः कामरिपुं क्षणतः क्षपयन्ति।।५९४॥
(મનુષ્ય) શત્રુ વા ઝેરી સર્પનું દુઃખ એક ભવ માટેજ છે પણ મનોભવ રૂપી શત્રુ તે સેંકડે ભવ સુધી દુઃખી કરે છે એમ સમજીને (હિતાહિતને વિચાર કરનારા) સુબુદ્ધિ સજજને કામરૂપી શત્રુની શીઘ્રતાથી નાશ આણે છે. संयमधर्मविबद्धशरीराः साधुभटाः शरवैरिणमुग्रम् । शीलतपः शितशस्त्रनिपातैर्दर्शनबोधवलाद्विधुनन्ति ॥५९५॥
સંયમ અને ધર્મ (સંયમ ધર્મ) રૂપી બખ્તરમાં સજજ થએલા મુનિરૂપી સુભટ-ચોદ્ધાઓ, શીલ અને તપ રૂપી તીણ શાસ્ત્રના નિપાતથી તેમજ સમ્યગ દર્શન તથા સભ્ય જ્ઞાનની સહાયતાથી પંચશર (કામ) રૂપી ઉગ્ર વૈરીને મારી હઠાવે છે અને પોતે વિજયી નીવડે છે.
પ્રકરણ ૨૪ મું.
વેશ્યા સંગ નિષેધ નિરૂપણ.
सत्यशौचशमसंयमविद्याशीलवृत्तगुणसत्कृतिलजाः । याः क्षिपन्ति पुरुषस्य समस्तास्ता बुधःकथमिहेच्छति वेश्याः॥५९६॥
જે વેશ્યા સેવનથી પુરૂષના સત્ય, શૌચ, શમ, સંયમ