________________
૨૧૬
ને નાશ થાય એવું હલાહલ વિષનું ભક્ષણ ઘણું જ સારું છે કારણ કે વિષ તે એક જ વાર પ્રાણ હરે છે જ્યારે માંસ ભક્ષણથી અનેકવાર દુર્ગતિમાં અસહ્ય વેદના વેઠવી પડે છે.' अनाति यः संस्कुरुते निहन्ति ददाति गृह्णात्यनुमन्यते च । एते षडप्यत्र विनिन्दनीया भ्रमन्ति संसारवने निरन्तरं ॥५३९॥
માંસનું ભક્ષણ કરનાર, માંસ પકાવનાર, માંસ માટે જીવહિંસા કરનાર, માંસ આપનાર, માંસ લેનાર અને માંસ ભક્ષણનું અનુમોદન દેનાર આ છએ જણ અતિ નિન્દાપાત્ર છે અને આ સંસાર અટવી વિષે નિરંતર ભટક્યા કરે છે. चिरायुरारोग्यसरूपकान्तिप्रीतिप्रतापप्रियवादिताद्याः । गुणा विनिन्धस्य सतां नरस्य मांसाशिनः सन्ति परत्र नेमे ॥५४०
દીર્ધાયુ, આરોગ્ય, સુરૂપતા, કાન્તિ, પ્રીતિ, પ્રતાપ અને પ્રિયવાદિતા આદિ સદ્ગુણો નિન્દનીય એવા માંસ ભક્ષીને પરભવમાં પ્રાપ્ત થતા નથી. विद्यादयासंयमसत्यशौचध्यानव्रतजानदमक्षमाद्याः । संसारनिस्तारनिमित्तभूताः पलाशिनः सन्ति गुणा न सर्वे५४१
ભદધિ પાર પામવાને કારણભૂત એવા વિદ્યા, દયા, સંયમ, સત્ય, શૌચ, ધ્યાન, વ્રત, જ્ઞાન, દમ, ક્ષમા વિગેરે સર્વે ગુણે માંસાશિ મનુષ્યને પ્રાપ્ત થતા નથી. (અર્થાત્ તે સંસારમાં પરિભ્રમણ કર્યા રહે છે)
. मृगान्वराकांश्वरतोऽपि पर्णानिरागसोऽत्यन्तवि भीतचित्तान्ः । येऽश्नन्ति मांसानि निहत्य पापास्तेभ्यो निकृष्टा अपरे न सन्ति