________________
અન્નદાનથી મનુષ્ય, દાતા, કતા, ધનાઢય, સમસ્ત જીવો પ્રત્યે અનુકમ્પાવાન, શૌભાગ્યશાળી, મધુરભાષી, કામદેવથી વધે એ સ્વરૂપવાન, બદ્ધાંજલિ (બે હાથ જોડેલા) સેંકડે બુધજન દ્વારા ભક્તિ પુર્વક સર્વદા સેવનીય, બુદ્ધિશાળી અને નિર્મદ થાય છે.
ઔષધ દાનથી થતા લાભ रोगैतिप्रभृतिजनितैर्वह्निभिर्वाम्बुमनः सर्वाङ्गीणव्यथनपटुभिर्वाधितुं नो स शक्यः । आजन्मान्तः परमसुखितां जायते चौषधानां दाता यो निर्भरकुलवपुःस्थानकान्तिप्रतापः ।। ४९६ ॥
ઔષધ દાન આપનાર જન્મભર પરમ સુખી રહે, છે અને જેમ પાણીમાં બેઠેલા માણસને અગ્નિ સતાવવાને અશકત છે તેમ સમસ્ત અંગને પીડા ઉપજાવનાર એવા વાત કફઆદિથી ઉત્પન્ન થતા રોગો પણ તેને બાધા કરી શકતા નથી એટલું જ નહી પણ સારૂં કુલ, શરીર, સ્થાન કાન્તિ અને પ્રતાપ આદિ અનેક ગુણે પણ તેને પ્રાપ્ત થાય છે.
દાનથી પરિણમે મોક્ષની પ્રાNિ. दत्त्वा दानं जिनमतरुचिः कर्मनि शनाय भुक्त्वा भोगांत्रिदशवसतौ दिव्यनारीसनाथः । मल्वासे वरकुलवपुजैनधर्म विधाय हत्वा कर्म स्थिरतररिपुं मुक्तिसौख्यं प्रयाति ॥ ४९७ ।।