________________
૯૮
જેવી રીતે છિદ્રવાલા ઘડામાં ભરેલું પાણી સઘળુ ઝળી જાય છે અથવા કડવા તુંબડામાં રાખેલું દુધ કે અન્ન અહિતકર (વિષતુલ્ય) થઈ જાય છે અને જેમ કાચા માટીના પાત્રમાં રાખેલું પાણી પાતે નાશ પામે છે અને પાત્રો પણ નાશ કરે છે તેવી રીતે તપ રહિત મનુષ્યને દીધેલું દાન પણ કેવળ ના શને અથૅજ છે. (નકામું થાય છે). ભાવા—અવતિને દીધેલું દાન ફળદાયી નથી. शश्वच्छीलव्रतविरहिताः क्रोधलोभादिवन्तो नानारम्भप्रहितमनसो ये मदग्रन्थशक्ताः ।
दातारं कथमसुखतो रक्षितुं सन्ति शक्ता नावा लोहं न हि जलनिधेस्तार्यते लोहमय्या ||४८८॥
જેમ લેાઢાની નાવથી લેતું સમુદ્રપાર થઈ શકતું નથી તેમ, હમેશાં શીલવ્રતથી રહિત, ક્રોધ, લાભ, મદ આદિ દોષથી સહિત નાના પ્રકારના આરભ પરિગ્રહમાં અનુરક્ત, મિથ્યા શાસ્ત્રોના પ્રેમી એવા દાન લેનારા લેાકેા દાનીનું, દુઃખથી કઈ રીતે રક્ષણ કરી શકે?
અર્થાત્-વ્રત રહિત અને કષાયમાં રચ્ચે પચ્ચા રહેનારા મનુષ્ય પાતે તા તરવાવાલા નથી તેા પછી તેને આપેલુ દાન પણ દાતારને કઈ રીતે સુખનું દેનારૂ' થાય ? क्षेत्रद्रव्यप्रकृतिसमयान्वीक्ष्य बीजं यथोप्तं
दत्ते सस्यं विपुलममलं चारुसंस्कारयोगात् । दत्तं पात्रे गुणवति तथा दानमुक्तं फलाय સામગ્રીતો મતિ દિ નને સર્વેશાર્યસિદ્ધિઃ ॥ ૪૮o l