________________
ઉ
น
કા
શ્રાદ્ધદિનકૃત્યમાં રહેલી આ કથા રસાળ અને પ્રસિદ્ધ હોવા છતાં તેનું સ્વતંત્ર પ્રકાશન પ્રાયઃ આજ સુધી થયું ન હતું. પૂ. સરલાત્મા પંન્યાસજી શ્રી વજ્રસેનવિજયજી મ. તથા સૌહાર્દસાગર પૂ. આચાર્ય શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ.ના વિનેય પૂ. વિદ્વદ્ધ મુનિવર શ્રી જિનભદ્રવિજયજી મ. સંપાદકશ્રી પૂજ્ય મુનિવર શ્રી રાજદર્શન વિજયજી મ.ના પરમ કલ્યાણમિત્ર છે અને એ કલ્યાણ મૈત્રીના માંડવે એક જ્ઞાન ગોષ્ઠી દરમ્યાન તેઓશ્રીએ સૂચન કર્યું કે શ્રેણિક ચરિત્રનું સંપાદન કરવા જેવું છે.
- અને ત્યારબાદ આ ચરિત્રનું સંપાદન પ્રારંભાયું. પ્રસ્તાવના પણ પૂ. આચાર્ય ભગવંતશ્રીએ ઉદારતાપૂર્વક લખી આપી ઉપકૃત કર્યા છે. ખૂબ ઉપયોગપૂર્વકનું સંપાદન હોવા છતાં ક્યાંક ત્રુટી- ક્ષતિ રહી જવાનો સંભવ છે. વિદ્વન્દ્વનો ધ્યાન દોરવા કૃપા કરે !
સ્મ
અમારા પથદર્શક પૂજ્ય ગુરુ મહારાજ તત્ત્વપ્રવચનપ્રજ્ઞ આચાર્ય ભગવંત શ્રી વિજયરત્નચન્દ્રસૂરિજી મહારાજની પ્રેરણાથી પરમ ગુરુદેવ સ્વાધ્યાય-સંયમતીર્થ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજા (ડહેલાવાળા)ની સ્મૃતિમાં પ્રારંભાયેલી ૧૦૮ પુસ્તકની ‘સૂરિરામ સ્મરણમાળા'ના ૬૨મા પુસ્તક સ્વરૂપે આ નાનકડો ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે.
२
૨
।। શ્રી આદિનાથાય નમઃ II
।। નમો નમઃ શ્રી ગુરુ સુરેન્દ્ર-રામ-અભયદેવસૂરયે
શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથાન્તર્ગત શ્રી શ્રેણિક ચરિત્રમ્ નું નવ્ય સંપાદન શ્રી સંઘના કરકમલમાં મૂકતાં અતીવ આનંદની અનુભૂતિ થઈ રહી છે.
યોગાનુયોગ પૂ. પરમ ગુરુદેવશ્રીની જન્મ શતાબ્દીના પ્રારંભે જ આ ગ્રંથ પ્રકાશન થતો હોવાથી આનંદ અનહદ બન્યો છે.
પૂ. સાધ્વીજી શ્રી કંચન-સરસ્વતી મૃગલોચના-ગુણદક્ષાશ્રીજીના શિષ્યા સાધ્વીજી શ્રી માવગુણાશ્રીજી આદિની પ્રેરણાથી સં. ૨૦૦૦ના ભવ્ય ચાતુર્માસની સ્મૃતિમાં શ્રી સરેલાવાડી જૈન સંઘ-સૂરત ની બહેનોએ જ્ઞાનદ્રવ્યમાંથી આ ગ્રંથ પ્રકાશનનો લાભ લીધેલ છે. સહુ નો આભાર - ઉપકાર !
SHREE RATHAUST
શ્રી રત્નોદય ચેરિટેબલ ટ્રસ્ટ-અમદાવાદ વસંતપંચમી ગુરુરામ જન્મ શતાબ્દી વર્ષ- સં. ૨૦૦૨