________________
પ્રસ્તાવના
જેમના ગણ્યા ગાંઠ્યા કાર્યો-રચના હોય, તેની નોંધ થઇ શકે.
જેમની રચનાના કાર્યો અગણિત હોય, તેની નોંધ કેવી રીતે થઇ શકે ? ધર્મરાજા, પૂજ્યપાદ દાદા ગુરુદેવશ્રી (આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ.) માટે કંઇક આવું કહી શકાય તેમ છે.
અમે સાક્ષાત્ જોયું છે. સુરત શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરજ્ઞાનમંદિરમાં વર્ષો પહેલા બધા પુસ્તકો-પ્રતોની ગોઠવણ-પુનઃ સંકલન કરી રહ્યા હતા. તે સમયે આગમના-પ્રકરણોના-વિધિ-વિધાનોના-ખગોળ-ભૂગોળ-ચરિત્રોના અને અખંડ આનંદ જેવા ગુજરાતી સાહિત્યના અનેક પુસ્તકો (દષ્ટિગોચર થયા) જોયા. જેના પાને-પાને, ક્યારેક લીટીએ-લીટીએ ધર્મરાજા પૂજ્યપાદ ગુરુજીની પેન્સીલથી લખેલ ચિંતનાત્મક નોંધો નહી હોય ! એ બધી નોંધો ઉકેલવા માટે, એ બધા ગ્રંથોનો ઉંડાણથી અભ્યાસ કરવો જરુરી છે.
- વિચાર એ આવે કે : “તેઓશ્રીએ ક્યારે આ બધાનો અભ્યાસ કર્યો હશે? ક્યારે આ બધું ચિંતન કર્યું હશે ? ક્યારે બધી નોંધો લખી હશે? તેઓશ્રીનું આ સર્વ વિષયમાં કેટલું અગાધ જ્ઞાન હશે?”
પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ કહેતા હતા : ‘ખંભાતમાં વર્ષો પહેલા પૂજ્યપાદ દાદાગુરુજી (૫. પૂ. આચાર્ય શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી), પૂજ્યપાદ ગુરુજી (પ.પૂ. આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ.) બિરાજમાન હતા. એકવાર પૂ. દાદાગુરુજી ઉભા થઇ કંઇક કાગળ લઇને પૂ. ગુરુજી પાસે ગયા. પૂ. ગુરુજી સહસા ઉભા થયા, ‘કેમ પધાર્યા?” બેઠા, વાત શરુ કરી, શ્રી શત્રુંજય તીર્થના સૂરજકુંડના માહાલ્ય ઉપર ચંદ્રરાજાની(કૂકડાની) વાત આવે છે. વર્ષો પહેલા કવિવર શ્રી મોહનવિજયજી મ.(લટકાળા)એ ગુજરાતીમાં ચંદ્રરાજાનો રાસ રચેલો, તે મળે છે, પ્રાકૃતમાં પણ સંપૂર્ણ ચરિત્ર હતું. હમણાં તે ચરિત્રની બે-ત્રણ ગાથાઓ જ મળે છે. આ રહી તે ગાથાઓ.” રાસમાં તે બે ગાથા નોંધાયેલી છે, તે ગાથાઓનો ઉલ્લેખ કર્તાએ સિરિયંકરીયેરિયંની પ્રસ્તાવનામાં કર્યો છે.
आभापुरम्मि निवसइ, विमले पुरे ससहरो समुग्गमिओ। अपत्थियस्स पेम्मस्स, विहिहत्थे हवइ निव्वाहो।।१।। वसिओ ससि आगासे, विमलपुरे उग्गमीअ जहा सुहं।
जेणाभिमओ जोगो, स करिस्सइ तस्स निव्वाहं।।२।। મારી ભાવના છે, તમે પ્રાકૃતના વિદ્વાન્છો, તો પ્રાકૃતમાં ‘ચંદરાયચરિયં'ની રચના કરો.” અને તેઓશ્રીએની કૃપાથી ધર્મરાજા પૂ. ગુરુજીએ પ્રકૃતભાષાની