________________
(१९) अज्ज कयत्थो जम्मो अज्जकयत्थं च जीवियं काम
जेण तुह दंसणामय-रसेण सित्ताई नयणाई ।। અર્થ : ઓ ગુરુમાતા ! આજે મારો જન્મ કૃતાર્થ-સફળ થયો. આજે મારું
જીવન પણ સફળ થઈ ગયું, કેમકે આજે આપના દર્શનરૂપી
અમૃતરસ વડે મારી આંખો સિંચાઈ. (ર૦) સો સો તું નારં સો નો સો સામનો થનો |
जत्थ पहु ! तुम्ह पाया, विहरंति सयावि सुपसन्ना ।। અર્થ : હે પતિતપાવન ગુરુવર! તે દેશ ધન્ય છે, તે નગર ધન્ય છે, તે ગામ
ધન્ય છે, તે આશ્રમ-ઉપાશ્રય પણ ધન્ય છે કે જ્યાં સદાય સુપ્રસન્ન
એવી આપ વિચરો છો, જ્યાં આપના પાવન પગલાઓ પડે છે. (२१) हत्था ते सुकयत्था, जे किईकम्मं कुणंति तुह चलणे ।
वाणी बहुगुणखाणी, सुगुरुगुणा वण्णिआ जीए ।। અર્થ : ઓ વિશુદ્ધ બ્રહ્મચર્યના ધારક ગુરુદેવ ! તે હાથ સુકૃતાર્થ છે, સફળ
છે, ધન્ય છે કે જેઓ આપના ચરણોનો સ્પર્શ કરે છે, આપના ચરણોની સેવા કરે છે. એ વાણી ઘણા ગુણોની ખાણ છે કે જે વાણી
વડે સદ્ગુરુ એવા આપના ગુણો ગવાય છે. (२२) अवयरिया सुरधेणू संजाया मह गिहे कणयबुट्ठी ।
दारिदं अज्ज गयं, दिढे तुह सुगुरु मुहकमले ।। અર્થ: હે ક્ષમાભંડાર ! આજે તો મારા ઘરે કામધેનુ ગાય ઉતરી, આજે મારા
ઘરે સુવર્ણની વૃષ્ટિ થઈ, આજે મારી દરિદ્રતા ભાંગી ગઈ, કેમકે
આજે મને આપના મુખકમળના દર્શન થયા. (૨૩) ચિંતામળિસરિષ્ઠ, સન્મત્ત પવિયં મg સન્ન |
संसारो दूरीकओ, दिढे तुह सुगुरु मुहकमले । અર્થ : ઓ ગુણનિધિ ! આજે મને ચિંતામણિ રત્ન તુલ્ય સમ્યગ્દર્શનની
પ્રાપ્તિ થઈ, આજે મારો સંસાર દૂર થઈ ગયો, કેમકે આજે મને આપના મુખકમળના દર્શન થયા.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલસંગ્રહ)
૮૧