________________
અર્થ: હે શિષ્ય ! તારી પાસે દેહનું બળ ન હોય, તેથી ધૃતિ, બુદ્ધિ અને
સત્ત્વશાલિતાથી તું ધર્મમાં ઉદ્યમ નહિ કરે, અને તારા દેહની નિર્બળતાને તથા કાળની વિષમતાને આગળ કર્યા કરીશ તો દીર્ઘકાળ સુધી તું શોકમગ્ન રહીશ કે હું ધર્મ હારી ગયો. હે મૂર્ખ ! આ ભવે પ્રાપ્ત કરેલા જિનધર્મ (બોધિ)ને તું આચરે નહિ અને ભાવમાં તને જિનધર્મ પ્રાપ્ત થાય એવું ઈચ્છતો તું આગામી ભવમાં જિનધર્મ (બોધિ)ને પામીશ તો ય તેનું શું મૂલ્યાંકન કરી શકીશ ? પ્રમાદી માણસો એવું બોલતા હોય છે કે, “આ કાળમાં શી રીતે ધર્મ થાય? કેમકે ધર્મને અનુકૂળ સંઘયણ-બળ ક્યાં છે? કાળ પણ કેવો દુઃષમાકાળ છે? શરીર પણ ક્યાં નિરોગી રહે છે ?” પ્રમાદી માણસો આવા આલંબનો પકડીને બધી ધર્મ-નિયમોની ધુરાને
છોડી દે છે. (७७) कालस्स य परिहाणी संजमजोगाई नत्थि खेत्ताई ।
जयणाए वट्टियव्वं न हु जयणा भंजए अंगं ।। २९४।। અર્થ: કાળ ઉત્તરોત્તર ક્ષીણ થતો જાય છે અને સંયમના યોગોને સુપેરે
આરાધી શકાય તેવા ક્ષેત્રો મળતા નથી. હવે આ સ્થિતિમાં શી રીતે સંયમાદિ ધર્મોને આરાધી શકાય? ગ્રન્થકારશ્રી જવાબ આપે છે કે, “આ બચાવ બરોબર નથી. યતનાથી વર્તવું જોઈએ. જો તેમ થાય તો સંયમધર્મનો અંગભંગ ન
થાય.” (७८) जुगमित्तंतरदिट्ठी पयं पयं चक्खुणा विसोहिंतो ।
अव्वक्खित्ताउत्तो इरियासमिओ मुणी होइ ।। २९६ ।। અર્થ : યુગ (ગાડાનું પૈડું લગભગ ચાર હાથ પ્રમાણ હોય) પ્રમાણ ક્ષેત્રમાં
સાધુ દષ્ટિ રાખીને ચાલે : પગલે પગલે ચક્ષુ વડે ધરતીનું સારી રીતે નિરીક્ષણ કરતો, શબ્દાદિક વિષયોમાં ચિત્તને નહિ જવા દેતો : જીવનિરીક્ષણમાં જ ઓતપ્રોત એવો ઈર્યા (ગમનાગમન) સમિતિમાં
સાધુ લીન હોય. , જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા)
૪૯