________________
પાણી તો જાય અને સાથે ઘડો પણ જાય ! (८४) असद्ग्रहग्रस्तमतेः प्रदत्ते, हितोपदेशं खलु यो विमूढः ।
शुनीशरीरे स महोपकारी कस्तूरिकालेपनमादधाति ।।१५।। અર્થ: જે મૂઢાત્મા કદાગ્રહીને હિતોપદેશ આપે છે તે મહોપકારી (!)
કુતરીના શરીરે કસ્તુરીનો લેપ કરે છે ! (८५) दम्भाय चातुर्यमघाय शास्त्रं, प्रतारणाय प्रतिभापटुत्वम् ।
गर्वाय धीरत्वमहो गुणानामसद्ग्रहस्थे विपरीतसृष्टिः ।। १८।। અર્થ: કદાગ્રહીની દુનિયામાં સદ્ગણોના બીજ પણ વિષફળને જન્મ આપે
છે. એનું ચાતુર્ય દંભ માટે, શાસ્ત્રાધ્યયન પાપો કરવા માટે, પ્રતિભા અને પટુતા લોકોને ઠગવા માટે અને શૈર્ય અહંકાર માટે જ બને છે!
કદાગ્રહીની દુનિયામાં ગુણોનું જબરું શીર્ષાસન થાય છે ! (८६) विद्या विवेको विनयो विशुद्धिः सिद्धान्तवाल्लभ्यमुदारता च ।
असद्ग्रहाधान्ति विनाशमेते गुणास्तृणानीव कणाद्दवाग्नेः ।।२०।। અર્થ: વિદ્યા, વિવેક, વિનય, ચિત્તવિશુદ્ધિ, સિદ્ધાન્તપ્રિયતા, ઉદારતા
વગેરે સઘળા ય ગુણો કદાગ્રહને કારણે જ નાશ પામી જાય છે. દાવાનળના એક કણિયાથી ઘાસની ગંજી ભડભડ બળતી નાશ પામી
જાય છે તેમ. (८७) स्वार्थः प्रियो नो गुणवाँस्तु कश्चिन्मूढेषु मैत्री न तु तत्त्ववित्सु।
असद्ग्रहापादितविश्रमाणां स्थितिः किलासावधमाधमानाम् ।। २१ ।। અર્થ : કદાગ્રહીને સ્વાર્થ પ્રિય હોય છે, ગુણવાન આત્મા નહિ. એ મૂઢ
માણસો સાથે મૈત્રી કરે છે, તત્વજ્ઞ પુરુષો સાથે નહિ. કદાગ્રહને લીધે જેણે પોતાની સાધનાની ઈતિશ્રી આવી ગયાનું માની લીધું છે તે અધમાધમ જીવોની આવી વિચિત્ર સ્થિતિ હોય છે !
અધિકાર-૧પમો. (८८) श्रुत्वा पैशाचिकी वार्ता कुलवध्वाश्च रक्षणम् ।
नित्यं संयमयोगेषु, व्यापृतात्मा भवेद्यतिः ।। १८।।
૨૨
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧