________________
(જ) વશ્વ વરણાનાં તરિવર વર્તુમતિ |
सद्भावविनियोगेन सदा स्वान्यविभागवित् ।।३१।। અર્થ : એટલે ઈન્દ્રિયોની ઉપર કશી સૂઝ વિનાનો બલાત્કાર કરવો એ
વૈરાગ્યનો માર્ગ નથી. વિરક્ત આત્મા તો અનિત્યાદિ સદ્ભાવનાઓથી ભાવિત બને. એ ભાવનાઓનો આત્મા સાથે સંબંધ થાય એટલે અવશ્યમેવ એ આત્મા પોતીકું શું? અને પારકું શું? એનો વિભાગ સારી રીતે કરી જાણે. એમ થતાં જે આહારાદિ દ્રવ્યો પર છે તેને પરાયા તરીકે વિચારતો ઈન્દ્રિયોને કહે કે, “આ પરાયી વસ્તુમાં તારે શા માટે રાગ કરવો જોઈએ? જવા દે એની મહોબ્બત !” આમ સમજાવીને ઈન્દ્રિયોની ભોગયાચનાને શાન્ત કરી દે. આનું નામ ઈન્દ્રિયો સાથેની વિરક્ત આત્માની ઠગબાજી ! અથવા તો બીજો અર્થ એ પણ થઈ શકે કે જે ઇન્દ્રિયોને આહારાદિની લાલસા થઈ છે તેને વીતરાગદેવમાં કે જિનવાણી વગેરે સદૂભાવોમાં જોડી દેવી. આમ વિષયની ફેરબદલી કરી દેવા દ્વારા સદૈવ ઈન્દ્રિયોને ઠગવી. આવી હોશિયારી વિરક્ત આત્મા જ બતાવી શકે, કેમકે તે સ્વ-પરના ભેદજ્ઞાનનો સ્વામી બન્યો હોય છે.
અધિકાર-છઠ્ઠો (४५) तद्वैराग्यं स्मृतं दुःखमोहज्ञानान्वयात्रिधा ।
तत्राद्यं विषयाप्राप्तेः संसारोद्वेगलक्षणम् ।।१।। અર્થ: વૈરાગ્યના ત્રણ પ્રકાર છેઃ (૧) દુઃખગર્ભ વૈરાગ્ય. (૨) મોહગર્ભ
વૈરાગ્ય. (૩) જ્ઞાનગર્ભ વૈરાગ્ય. જેમાં દુઃખ કારણ બને છે તેવો જે વૈરાગ્ય તે દુઃખગર્ભિત કહેવાય. સાંસારિક વિષયોની અપ્રાપ્તિથી સંસાર ઉપર ઉગ થઈ જવો તે
દુ:ખગર્ભિત વૈરાગ્ય કહેવાય. (४६) अत्राङ्गमनसोः खेदो ज्ञानमाप्यायकं न यत् । निजाभीप्सितलाभे च विनिपातोऽपि जायते ।।२।।
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
૧૨