SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : બે પદાર્થો ગુણની અપેક્ષાએ સરખા હોવા છતાં માત્ર નામભેદને આગળ કરીને જીવ આગમથી વિરુદ્ધ દૃષ્ટિવાળો જે દોષને લીધે થાય છે એ દષ્ટિસંમોહ નામનો અધમ દોષ છે. (દા.ત. ગુરુ સ્વયં વિજાતીય સાથે પરિચયાદિ કરે પણ એ પરોપકાર, કરૂણા મનાય. અને શિષ્ય જે વિજાતીય પરિચય કરે એ પાપ=બહિર્મુખતા મનાય. ગુણથી ફળની અપેક્ષાએ તો બે ય વસ્તુ સરખી હોવા છતાં પરોપકાર અને પાપ એ નામભેદ પડવાથી લોકો ગુરુને પરોપકારી અને શિષ્યને પાપી કહે છે. આ દષ્ટિસંમોહ છે. આવા લાખો પ્રકારના દષ્ટિસંમોહ હોય છે.) (३२) धर्मश्रवणेऽवज्ञा तत्त्वरसास्वाइविमुखता चैव । धार्मिकसत्त्वासक्तिश्च धर्मपथ्येऽरुचेर्लिङ्गम् ।। અર્થ: (૧) ધર્મનું શ્રવણ કરવામાં અનાદર કરે, (૨) તાત્ત્વિક પદાર્થોનો રસાસ્વાદ ચાખવાનો બિલકુલ ન ગમે, (૩) ધાર્મિક જીવો સાથે પરિચયાદિ ન કરે એ ધર્મરૂપી પથ્ય વસ્તુમાં અરુચિ હોવાના ચિહ્નો (३३) सत्येतरदोषश्रुतिभावादन्तर्बहिश्च यत् स्फुरणम् । अविचार्य कार्यतत्त्वं तच्चिह्न क्रोधकण्डूतेः ।। અર્થ : પારકાઓના સાચા કે ખોટા દોષો સાંભળીને હૃદયમાં જે ખરાબ વિચારો જાગે અને મોઢા વગેરે ઉપર જે અપ્રસન્નતાદિ છવાઈ જાય અને વગર વિચાર્યું કંઈપણ કરી બેસે તો એ બધું ક્રોધખંજવાળનું ચિહ્ન છે. (કોકે કહ્યું કે, “પેલા સાધુએ તમારી તરાણી તોડી છે.” એ વાત સાચી હોય કે ખોટી પણ એ સાંભળી મનમાં એ સાધુ માટે ગમે તેવા વિચાર આવે, મુખની રેખાઓ તંગ થઈ જાય અને આગળપાછળનો વિચાર કર્યા વિના એ સાધુ માટે ગમે તેવા અસભ્ય વચનો બોલી દે એ ક્રોધકંડૂતિની નિશાની છે.) (३४) एते पापविकारा न प्रभवन्त्यस्य धीमतः सततम् । धर्मामृतप्रभावाद् भवन्ति मैत्र्यादयश्च गुणाः ।। #########################++++++++++++++++++++++++ ++++++++ ૧૫૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy