________________
અર્થ: આ પ્રણિધાનાદિ પાંચ ભાવો એ જો અનુબંધવાળા બને, વૃદ્ધિ પામે
તો એના દ્વારા ક્રમશઃ ઝડપથી ઉત્કૃષ્ટ શુદ્ધિની પ્રાપ્તિ થાય. માટે જ આ પાંચ આશયો એ જ ધર્મતત્ત્વ છે. આ જ પરમયોગ છે. આ ભાવ
જ મોક્ષમાં પ્રીતિવિશેષ સ્વરૂપ છે. (ર૦) અમૃતરસાસ્વાજ્ઞિ: સુમવત્તરસનાનિતોડ વહુશાસ્ત્રમ્ | |
त्यक्त्वा तत्क्षणमेनं वाञ्छत्युच्चैरमृतमेव ।। અર્થ : (પાંચ આશયો દ્વારા જીવ અનાદિકાળથી સેવેલા પાપોને શી રીતે
છોડી દે? એનો ઉત્તર આપે છે કે, ઘણો કાળ ખરાબ ભોજનનો રસ જ માણનારો પણ જ્યારે અમૃતરસનો આસ્વાદ માણે છે ત્યારે તે જ ક્ષણે લાંબા કાળથી સેવેલા એવા પણ કુભોજનને છોડીને
અમૃતરસની જ તીવ્ર ઈચ્છા કરે છે. (२१) एवं त्वपूर्वकरणात् सम्यक्त्वामृतरसज्ञ इह जीवः ।
चिरकालासेवितमपि न जातु बहु मन्यते पापम् ।। અર્થ: એમ અપૂર્વકરણ કરીને સમ્યગદર્શન રૂપી અમૃતરસના આસ્વાદને
માણી ચૂકેલો આત્મા પછી લાંબા કાળથી સેવેલા એવા પણ રાગ,
દ્વેષ, કામ, ક્રોધાદિ પાપોને બહુમાન આપતો નથી. (२२) यद्यपि कर्मनियोगात् करोति तत् तदपि भावशून्यमलम् ।
अत एव धर्मयोगात् क्षिप्रं तत्सिद्धिमाप्नोति ।। અર્થ : જો કે ચારિત્રમોહનીય કર્મોની બળજબરીને લીધે એ જીવ સમ્યક્ત
પામ્યા પછી પણ પાપ કરે ખરો તો પણ એ ભાવ વિના, તીવ્રતા વિના જ કરે અને માટે જ ધર્મની પ્રાપ્તિ કરીને તે ઝડપથી મોક્ષને પામે છે.
(२३) औदार्य दाक्षिण्यं पापजुगुप्साऽथ निर्मलो बोधः ।
लिंगानि धर्मसिद्धेः प्रायेण जनप्रियत्वं च ।। અર્થ: આત્મામાં પુષ્ટિ+શુદ્ધિવાળા ચિત્તરૂપી ધર્મની સિદ્ધિ થઈ છે કે નહિ?
એ જાણવા માટેના પાંચ ચિહ્નો લિગો છે. (૧) ઉદારતા, (૨)
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ષોડશક)
૧૪૯