________________
તીક્ષ્ણ! મારા શરીરના ઊભા ને ઊભા બે ફાડચાં એ પર્ણ કરી નાંખ્યા.
(૧૧૮) તત્તારૂં તમ્બોહારૂં, તન્નારૂં સીસાળિકય ।
पाइओ कलकलंताई, आरसन्तो सुभेरवं ।।
અર્થ : એ પરમાધામીઓ તપાવેલ તાંબુ, લોઢું, ત્રપુ, સીસું કાયમ તૈયાર જ રાખતા. એ પ્રવાહીરૂપ બની ગયા હોય અને એમાંથી વરાળ નીકળતી હોય. ખદબદ થતાં, કળકળ કરતા એ પ્રવાહી બળજબરીથી મારું મોઢું ખોલાવી એમાં નાંખતા. હું ભયંકર રાડ પાડી ઊઠતો. મારું તાળવું, ગળું ફાટી જતું.
(૧૧૧) દુખિયારૂં મંસારૂં, હંકારૂં મુન્નાનિ ચ । खाविओ मि समंसाई, अग्गिवण्णाई णेगसो ।
અર્થ : “કેમ ? તને પૂર્વભવમાં માંસ ખૂબ ભાવતું હતું ને ? અગ્નિમાં પકાવેલા માંસના ટુકડાઓ તું આનંદથી ખાતો હતો ને ? તો અહીં પણ ખા.” એમ કહી મારા જ શરીરના અંગો કાપી, એના ટુકડાઓ કરી, અગ્નિમાં પેટાવી અતિગરમ ટુકડાઓ મને બળજબરીથી
ખવડાવતા.
(૧૨૦) નિષ્યં મીત્તે તત્શેખ, કુદ્દિપળ રૂળ ય |
परमा दुहसंबद्धा, वेणा वेइया मए ।।
અર્થ : હે સ્વજનો ! શું વધારે કહું ? એ નારકના ભવોમાં મારી સેકંડ સેકંડ ભયમાં પસાર થતી. પ્રત્યેક સમય મારો ત્રાસમાં વીતતો. હું અતિશય દુઃખી થતો. ખૂબ વ્યથાઓ અનુભવી. મેં એકલી દુઃખથી ભરેલી વેદનાઓ જ ત્યાં વેઠી.
(૧૨) નરિસા માનુસે તોપુ, તાયા ! ટીર્કાન્ત વેયળા।
इतो अनंतगुणिया, नरएस दुक्खवेयणा ।।
અર્થ : માતા-પિતાઓ ! આ મનુષ્યલોકમાં જે સૌથી ઉત્કૃષ્ટ વેદના દેખાય છે એના કરતાં અનંતગુણ દુઃખવેદના નારકમાં છે.
+++++++++++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷|÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
૧૨૬