________________
શ્રદ્ધાવાળા એવા શ્રેણિકાદિ લાખો લોકો સંસારના સુખોમાં મૂચ્છિત થયેલા છે. તું તો એ બધું જ ત્યાગી સંયમી બન્યો છે. તો ગૌતમ ! એક ક્ષણ પણ હવે પ્રમાદ ન કરીશ.
(४२) परिजूरइ ते सरीरयं केसा पांडुरया हवेति ते ।
से सव्वबले अ हायई समयं गोयम ! मा पमायए ।। અર્થ : કે ગૌતમ ! પ્રત્યેક ક્ષણે તારું શરીર ઘરડું થતું જાય છે. તારા વાળો ધોળા થઈ રહ્યા છે. તારી પાંચેય ઈન્દ્રિયો હવે નિર્બળ બનવા લાગી છે. માટે જ હવે ક્ષણ પણ પ્રમાદ ન કરીશ.
(४३) वोच्छिंद सिणेहमप्पणो कुमुअं सारइअं वा पाणियं ।
से सव्वसिणेहवज्जिए समयं गोयम ! मा पमायए ।। અર્થ : શરદઋતુમાં ઉગેલું કમળ જેમ પાણીને છોડીને ઉપર આવી જાય છે એમ તું તારા આત્મામાં પડેલા સ્નેહને-રાગને છેદી નાંખ. અને એ રીતે સર્વસ્નેહનો ત્યાગ કરી વીતરાગ બન. ગૌતમ ! આ સંબંધમાં ક્ષણવાર પણ પ્રમાદ ન કરીશ.
(४४) चिच्चा धणं च भारिअं पव्वईओ हि सि अणगारिअं । मा वंत्तं पुणोवि आविए समयं गोयम ! मा पमायए ।। અર્થ : સંસારમાં પુષ્કળ ધન અને પત્નીને છોડીને તેં સાધુતાનો સ્વીકાર કર્યો છે તો હવે એ વમી નાંખેલા વિષયસુખોને ફરી ચાટવાની ભૂલ ન કરીશ. ગૌતમ ! ક્ષણવાર પણ પ્રમાદ ન કરીશ.
(४५) अवउज्झिअ मित्तवंधवं विउलं चेव धणोहसंचयं ।
मा तं बिइअं गवेसए समयं गोयम ! मा पमायए ।। અર્થ : તેં તારા મિત્રો છોડ્યા, ભાઈઓ, સ્વજનો, માત-પિતાઓ પણ છોડ્યા. તારો વિપુલ ધનસંચય પણ છોડી દીધો. હવે અહીં આવી પાછો એ માતાપિતાદિ સ્વજનો તરફ, ધન તરફ નજ૨ ન કરીશ. ગૌતમ ! ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરીશ.
( ४६ ) तिन्नो हु सि अण्णवं महं किं पुण चिट्ठसि तीरमागओ ।
अभिरं पारंगमित्त समयं गोयम ! मा पमायए ।।
(ઉત્તરાધ્યયન સૂત્રમ્)
-
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો
|+||||||||÷÷÷÷÷÷÷††††††††÷÷÷÷÷÷÷♪♪♪♪♪♪÷÷÷÷÷÷÷÷÷÷÷↓↓↓↓↓↓↓↓↓↓↓
૧૦૯