SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માને જીતીને જ સુખને પામીશ. (३०) जो सहस्सं सहस्साणं मासे मासे गवं दए । तस्सवि संजमो सेओ अदितस्सवि किंचणं ।। અર્થ : સર્વવિરતિધર્મનો આ કેવો મહિમા ! એક વ્યક્તિ દર મહિને ૧ લાખ ગાયોનું દાન કરતો હોય એ વ્યક્તિને પણ એ દાનધર્મવાળા સંસારનો ત્યાગ કરી સંયમધર્મ-સ્વીકાર એ જ શ્રેયસ્કર છે. ભલે એ વ્યક્તિ દીક્ષા લીધા બાદ એક ઘાસના તણખલા જેટલું પણ દાન ન આપે. (પ000 રૂ.ની એક ગાય ગણીએ તો દર મહિને ૫૦૦૦ x ૧ લાખ = પ00000000 = ૫૦ કરોડનું દાન થાય. વર્ષે ૫૦ કરોડ x ૧૨=૧00 કરોડ રૂા.નું દાન ગણાય. એ રીતે ધારો કે, ૨૦ વર્ષ સુધી દાન કરે તો ૬૦૦ કરોડ x ૨૦=૧૨૦૦૦ કરોડ રૂા.નું દાન થાય. આના કરતા પણ સર્વવિરતિધર્મ શ્રેયસ્કર છે.) (३१) मासे मासे उ जो बालो कुसग्गेणं तु भुंजए । न सो सुअक्खायधम्मस्स कलं अग्घइ सोलसिं ।। અર્થ : સંસારના તમામે તમામ ધર્મો આ સર્વવિરતિધર્મની સામે કંઈ જ વિસાતમાં નથી. તે આ પ્રમાણે : કોઈ એક અવિવેકી વ્યક્તિ આખી જિંદગી માસક્ષમણને પારણે માસક્ષમણ કરે છે અને પારણે માત્ર ઘાસના અગ્રભાગમાં જેટલું ભોજન રહે એટલું જ વાપરે છે. આવો ઘોર તપ પણ સાધુધર્મરૂપી ચંદ્રની ૧૬ કળાઓમાંની એક કળા જેટલી કિંમત પણ ધરાવતો નથી. (३२) सुवण्णरूप्पस्स उ पव्वया भवे सिआ हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि कंचि इच्छा हु आगाससमा अणंतिआ ।। અર્થ: આ લોભી માણસોની ઈચ્છા ય કેવી છે? કૈલાસ પર્વત જેટલા મોટા અસંખ્ય એવા સોનાના અને રૂપાના પર્વતો આપવામાં આવે તો ય આ લોભી માણસો એના વડે જરાય સંતોષ પામતા નથી. ખરેખર ! ઈચ્છા એ તો આકાશની જેમ અનંતી છે. (३३) दुमपत्तए पंडुरए जहा निवडइ राइगणाणं अच्चए । एवं मणुयाण जीविअं समयं गोयम ! मा पमायए ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૧૦૬
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy