________________
ન હતો. એ નિર્ણય એમણે પોતાના શિષ્ય મુનિ શ્રી રાજહંસવિજયજી સાથે સ્થાને-સ્થાને ફરીને ઘણી મહેનતથી શોધ-ખોળ કરીને મહેસાણા જિલ્લામાં ગાંભુ ગામ પાસે જે કનોડા ગામ છે એ જ એમની જન્મભૂમિ છે એવો નિર્ણય એમણે આપ્યો. પછી તો પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના નામનું વિદ્યાલય પણ ત્યાં સ્થાપવામાં આવ્યું. - ૧૬
वाचक वर्पा भक्ति-रासीत् सर्वातिशायिनी तस्य । गोकुलकरेण चित्र-श्रेणिं यो हि व्यधापयत्तेन ॥१७॥
રn (માર્યા જાતિ:)
પૂજ્ય “વાચકજસ” પ્રત્યે એમને સૌ કરતાં ચડિયાતી ભક્તિ હતી, તેથી જ ખ્યાતનામ ચિત્રકાર શ્રી ગોકુલદાસ કાપડિયાને માર્ગદર્શન આપીને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના જીવનપ્રસંગોની ૧૪ ચિત્રોની આબેહૂબ શ્રેણિ તૈયાર કરવામાં આવી. જેને જોઈને લોકો આશ્ચર્યમુગ્ધ થયા વિના રહેતા નથી. - ૧૭
हीरविजय जनकमुनि, पद्मलताश्रीति मातृसाध्वीं च । प्रापय्य सत्समाधि यो हि कृतार्थत्वमापच्च ॥१८॥
जीवनसवृत्तविंशतिका
301