________________
૩
શ્રી ભીલડીપાર્શ્વનાથાય નમઃ ઝીંઝુવાડામંડન શ્રી શાન્તિનાથાય નમઃ ભદ્ર-વિલાસ-કારસૂરીશ્વરેભ્યો નમઃ સંપાદકીય
પવિત્ર ઉત્તરાધ્યયન સૂત્રનું પારાયણ કરીએ છીએ, તેમાં થોડે ઊંડે ઉતરીએ છીએ ને એક ઝરો આપણી ભીતર ફૂટી નીકળે છે. ઝરો - જે પૂરી ચેતનાને ઝબોળી દે.
ઝરો જ્યાંથી પ્રગટે છે એ પોઈન્ટ આત્મીયતાનું પોઈન્ટ છે. વાંચતાં વાંચતાં, ક્યારેક આપણે અટકી જઈએ છીએ. મારા ભગવાને મારા માટે કેટલી વત્સલતાપૂર્વક આ કહ્યું છે... એવું વિચારતાં જ આપણી આંખો ભીની ભીની બની જાય છે. બસ, આ જ છે પેલા ઝરાનું પ્રાગટ્ય.
ને ઉત્તરાધ્યયન સૂત્રમાં તો આવા કેટલા બધા ફાઈન ફાઈન પોઈન્ટ્સ છે !
ચોથા અધ્યયનનો ઉઘાડ કેટલો તો માર્મિક છે : ‘અસંવયં નીવિય મા પમાયણ્....' કેવો સ૨ળ ને સીધો ઉપદેશ ! ‘જીવન ક્ષણભંગુર છે. એક ક્ષણનો પણ પ્રમાદ આવા અસ્થાયી જીવનમાં કેમ પાલવી શકે ? વૃદ્ધાવસ્થા-જે હર પળે સામે મંડરાઈ રહી છે, આવશે ત્યારે કોણ રક્ષણ ક૨શે ?' આ ઉપદેશધારાને જો આપણે આત્મીયતાનો મઝાનો પુટ આપી દઈએ તો આપણી ભીતર પેલો ઝરો કેમ ન પ્રગટે ?
છત્રીશ અધ્યયનોના વિષયોની આ સૂચિ જ તમને બતાવશે કે પવિત્ર ઉત્તરાધ્યયન સૂત્રમાં કેટલાં તો ગંગોત્રી પોઈન્ટ્સ છે; જ્યાંથી અનુપ્રેક્ષાની સ્વતંત્ર ગંગા વહી શકે...
(૧) વિનય અધ્યયનઃ- જેની ૪૮ ગાથામાં વિનયધર્મનું સુંદર વર્ણન કરવામાં આવેલ છે. સાથો સાથ વિનીત સાધુ કોને કહેવાય ? અવિનીત સાધુ કોને કહેવાય તેનાં લક્ષણોદૃષ્ટાંતો બતાવેલ છે. ગુરુનાં કર્તવ્યોનો પણ ઉલ્લેખ છે. ગુરુ-શિષ્ય સંબંધ જાણવા માટે આ અધ્યયન ઘણું ઉપયોગી છે. દશવૈકાલિકનું ૯મું અધ્યયન પણ વિનયના વિષય પર સારો પ્રકાશ ફેંકે છે.
(૨) પરીષહ ઃ- સાધુઓને સંયમ જીવનમાં આવનાર મુખ્ય ૨૨ ઉપસર્ગસ્થાનો પર કેમ વિજય પ્રાપ્ત ક૨વો અને કયા કયા મહાપુરુષોએ આ પરીષહો પર વિજય પ્રાપ્ત કરી સ્વ૫૨ કલ્યાણ સાધ્યું તેનું વર્ણન હૃદયદ્રાવક છે-સંયમીજીવનમાં સમાધિ રાખવા માટે આ અધ્યયન ઘણું માર્ગદર્શન પુરું પાડે છે...પ્રારંભમાં ભૂમિકા રૂપે થોડું ગદ્ય છે. પાછળ ૪૬ શ્લોકો છે.
(૩) ચતુરંગીય :- ૨૦ ગાથાના આ અધ્યયનમાં મોક્ષનાં સાધનભૂત ચાર દુર્લભ અંગોનું પ્રતિપાદન કરેલ છે.
(૪) અસંસ્કૃત :- ૧૩ ગાથાના આ અધ્યયનમાં સંસારની નશ્વરતાનું દર્શન કરાવીને
--