________________
- ૧૦ •
સંપાદકીય
(બીજી આવૃત્તિ વેળાએ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર અનેક ટીકાઓમાં પૂ. શ્રી લક્ષમીવલ્લભગણિએ કરેલી ટીકા પ્રાથમિક અભ્યાસીને વાંચવી સરળ અને જલ્દી સમજાય તેવી છે.
આ ગ્રંથને સંવત ૨૦૪૦માં છપાવવાની ઈચ્છા થતાં પૂ. આચાર્ય શ્રી ૐકાર સૂરીશ્વરજી મ. નાં પ્રશિષ્ય આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિજી મ. તથા મુનિ શ્રી ભાગ્યેશ વિજયજીને વાત કરી અને મુનિશ્રી ભાગ્યેશ વિજયજીએ અતિ શ્રમપૂર્વક હસ્તલિખિત પ્રતોની સાથે મેળવીને સંશોધનપૂર્વક તૈયાર કરી અને અમે છપાવી હતી.
દરેક સમુદાયનાં વડીલો ઉત્તરાધ્યયનનાં જોગ પછી નાના સાધુ સાધ્વીજીને આ ગ્રંથ વાંચવાની પ્રેરણા કરતા હોવાથી આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ પૂર્ણ થઈ.
આ ગ્રંથની ઉપયોગિતા સમજી ઘણાં મહાત્માઓએ બીજી આવૃત્તિ માટે પ્રેરણા કરતાં આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિજી આદિ અનેક શ્રમણ શ્રમણીના સહયોગથી અને ભરત પ્રિન્ટરીવાળા સુશ્રાવક કાન્તિલાલ ડી. શાહની ખંતથી આ ગ્રંથના બંને ભાગ અલ્પ સમયમાં તૈયાર થયા તે દેવગુરૂની કૃપાનું પ્રત્યક્ષ ફળ છે.
મારી અસ્વસ્થ તબિયતમાં સતત અને સર્વ રીતે સહાયક મુનિરાજ શ્રી હેમપ્રભ વિજયજીનાં સહકારથી મારી આ જ્ઞાનયાત્રા સરળતાથી આગળ ધપી રહી છે.
એજ.
પં. વજસેન વિજય પ્રકાશકીય પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતોના સંયમી જીવનને ઉપકાર કરતું થીયરીકલ આગમશાસ્ત્ર એટલે ઉત્તરાધ્યયન.
પૂજયોનાં પ્રવચનોમાં સાંભળ્યું છે કે પરમાત્મા મહાવીર સ્વામિ ભગવાનની અંતિમ ૧૬ પ્રહરની દેશના પ૫ અધ્યયન પુન્ય ફળનાં – પપ અધ્યયન પાપ ફળનાં અને ૩૬ અધ્યયન વગર પૂછાયેલા પ્રશ્નોની હતી.
તે ૩૬ અધ્યયન એ જ ઉત્તરાધ્યયન.
આ ઉત્તરાધ્યયની પ્રથમ આવત્તિ પર્ણ થઈ જતાં અને વારંવાર પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો તરફથી માંગણી થતાં પૂ. પંન્યાસજી વજસેન વિજયજી મહારાજે આ ગ્રંથની પ્રથમ આવૃત્તિમાં રહી ગયેલી સામાન્ય અશુદ્ધિને શુદ્ધ કરાવીને પ્રકાશિત કરાવેલ છે. વિહારાદિમાં ગ્રંથ સાથે રાખવાની સુગમતા રહે તેથી બે ભાગ કરેલ છે. તેમાં પ્રથમ ભાગમાં ૧ થી ૧૯ અધ્યયન અને આ દ્વિતીય ભાગમાં ૨૦ થી ૩૬ અધ્યયન પ્રકાશિત કરાય છે.
પૂજ્ય પંન્યાસજી ભગવંતની નાદુરસ્ત તબિયતમાં પણ મુનિરાજશ્રી હેમપ્રભ વિજયજી મ. ની અપર્વ સહાયથી અમારી આ જ્ઞાન યાત્રાને આગળ ધપાવવા જે પ્રોત્સાહન મળે છે તે તેમની જ્ઞાનભક્તિનો અજોડ પુરાવો છે.
પ્રાંતે આ ગ્રંથના અધ્યયન દ્વારા આત્મ જાગૃતિ કેળવી કર્મનિર્જરા કરી પરમપદના ભોક્તા બનીએ એ જ.