________________
પ્રસ્તુત ટીકા સહિતના આ ગ્રંથનું પ્રથમ પ્રકાશન રાય ધનપતસિંહ બાબુએ વિ.સં. ૧૯૩૬માં કરેલ. ત્યારબાદ જામનગરવાળાપ. હીરાલાલ હંસરાજ દ્વારા આ ગ્રંથ પુનઃ પ્રસિદ્ધ થયેલો.
પૂજ્યપાદ અધ્યાત્મયોગી પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના વિનેય પૂજયપાદુ પંન્યાસ પ્રવર શ્રી વજસેન વિજય મહારાજના સૂચનથી, પૂજયપાદુ શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમવિજય ઠકાર સૂરીશ્વરજી મહારાજાની આજ્ઞાથી આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ નું સંપાદન કાર્ય મેં સંભાળેલ. આજ પ્રસ્તુત ગ્રંથની દ્વિતીય આવૃત્તિ પૂજ્યપાદુ પંન્યાસ પ્રવર શ્રી વજસેન વિજયજી મહારાજ દ્વારા સંપાદિત થઈ બહાર આવી રહી છે. દ્વિતીય આવૃત્તિનો આવિષ્કાર જ આ ગ્રંથનાં થતાં સ્વાધ્યાયનું પ્રતીક છે. સંસ્કૃત ભાષાના પ્રાથમિક અભ્યાસીઓ પણ સરળતાથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં રહસ્યને પામી સાધનાને સપ્રાણવતી બનાવી આધ્યાત્મિકતામાં વિહરી શકે એવો આ ગ્રંથ છે. ૧૯ અધ્યયનાત્મક આ ગ્રંથનો પ્રથમ ભાગ પૂજનીય સંયમી મહાત્માઓનાં કરકમલમાં મૂકાતાં અપાર આનંદ થાય છે.
ગ્રંથ માહાભ્ય, ટીકાકાર મહાત્માનો પરિચય, ટીકાનો રચના સમય, ટીકાની વિશેષતા, સંપાદનમાં વપરાયેલ હસ્તપ્રતનો પરિચય, આભારદર્શન ઈત્યાદિ દ્વિતીય ભાગના સંપાદકીયમાં આપેલ છે.
વિજય ભદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ પાર્થ ભક્તિનગર, હાઈવે
ભીલડી તા.૨૬-૫-૨૦૦૧
પૂજયપાદ્ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય 3ૐકાર સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય રત્ન તપસ્વી મુનીરાજ શ્રી ચન્દ્રયશવિજય મહારાજાના શિષ્યાણ
મુનિ ભાગ્યેશ વિજય
S
:::