________________
શ્રેય અમે શ્રી જૈન ધર્મપ્રેમી મુમુક્ષુઓ સમક્ષ મૂકીએ છીએ જેમાં શબ્દાર્થ તથા ભાવાર્થ સરળ રીતે છાપેલ છે.
| મુ. શ્રી ઠાકરસીભાઈ કરસનજી શાહે શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર તૈયાર કરી આપ્યું અને અમોને છાપવાની મંજુરી આપી છે તે બદલ તેઓશ્રીને આભાર માનીએ છીએ.
આવા ગ્રંશે સસ્તી કિંમતે મળી શકે તે તેને લાભ સૌ કોઈ વધારે પ્રમાણમાં લીએ અને જેને જ્ઞાનને પ્રચાર વધે એ કારણને અંગે અને અમારા સ્વ. પૂ. પિતાશ્રીની જે ખરા અતઃકરણની ધગશ અને આકાંક્ષા હતી તેમ જ તેઓશ્રીની સૂચના હતી તે પ્રમાણે આજે આ ગ્રંથ “ શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર” તેમ જ, શ્રી આચારાંગ સૂત્રમ્ પ્રથમ સકંધ, શ્રી જેન તત્વ પ્રકાશ, શ્રી સમ્યગદર્શન અને અધ્યાત્મ જ્ઞાન, મહામંત્ર આરાધના શ્રુતજ્ઞાન પ્રશ્નોત્તરી અને તરવ સંગ્રહ, શ્રી જૈન જ્ઞાનસાગર, શ્રી બૃહદ ન થેક સંગ્રહ, શ્રી દંડકાવ બોધ ગ્રંથ, શ્રી ધર્મધ્યાન અને સઝાય માળા, અતિમુક્ત બા.બ્ર. શ્રી વિને દમુનિનું જીવન ચરિત્ર (ગુજરાતી) તથા (હિન્દી), શ્રી સિદ્ધિનાં પાન, શ્રી નવતત્વ અને જીવ વિચાર, ભાવના શતક તથા કર્મ અને આત્માને સંગ, શ્રી પ્રતિક્રમણ સૂત્ર, શ્રી સામાયિક સૂત્ર જેવાં ધાર્મિક ગ્રંથે અને ધાર્મિક ઉપકરણે પડતર કિંમત કરતાં અધી કિંમતે આપીને તેઓશ્રીની ઈચ્છા અને ભાવનાને માન આપ્યા અને સંપૂર્ણ આનંદ થાય છે. તે સાથે આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ જૈનધર્મપ્રેમી સમાજ સમક્ષ સાદર રજુ કરવાના અમને પ્રાપ્ત થયેલા શુભ અવસર બદલ અમારી જાતને કૃતકૃત્ય માનીએ છીએ.
લિ. આત્મબંધુ, દુર્લભજી શામજી વીરણ