________________
આગામી ભવિષ્યના ભવના આયુષ્ય બાંધવાના કારણે
આયુષ્યના ચાર પ્રકાર દેવઆયુષ્ય, મનુષ્યઆયુષ્ય, તિર્યચઆયુષ્ય. નરક આયુષ્ય જીવો ગત ભવમાંથી આયુષ્યના બંધ સાથે પ્રારબ્ધ બાંધીને નવો જન્મ ધારણ કરે છે શુભાશુભ પ્રારબ્ધ પ્રમાણે વર્તમાન ભવમાં સુખ દુઃખ, પ્રતિકૂળતા, અનુકૂળતા, ધનસંપતિ, સ્વજનો વગેરે પ્રાપ્ત થાય છે. ભવિષ્યનું પ્રારબ્ધ કેવું બાંધવું તે સંજ્ઞી પંચેન્દ્રિય જીવની સ્વતંત્રતા છે. વર્તમાન ભવમાં શુભ કર્તવ્યથી શુદ્ધ વિચારથી શુભગતિ અને સુખના સાધને પ્રાપ્ત થાય છે અશુભ કર્તવ્યથી અશુભ વિચારેથી અશુભ ગતિ અને દુઃખના સાધને પ્રાપ્ત થાય છે.
દેવનું આયુષ્ય બાંધવાના કારણે અહિંસા, સત્ય, અચૌર્ય. બ્રહ્મચર્યના પાલનથી, અપરિગ્રહથી દાન દેવાથી, તપસ્યા કરવાથી, અકામનિર્જરાથી શીત, તાપ, સુધા, તૃષાના કષ્ટ સમભાવે સહન કરવાથી, શુભ કાર્ય અને શુભ અધ્યવસાયથી દેવપણું પામે.
મનુષ્ય આયુષ્ય બાંધવાના કારણે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, દાન દેવું વગેરે શુભ કર્તવ્યથી, વિનય કરવાથી, સરળતાથી (માયાકપટ મૃષાવાદ રહિત ભાવથી) શુભ અધ્યવસાયોથી મનુષ્યપણાને પામે.
તિર્યંચ આયુષ્ય બાંધવાના કારણે જીવોની હિંસા કરવાથી, જુઠું બોલવાથી, ચોરી કરવાથી, પરસ્ત્રી સેવનથી, તીવ્ર ઝંધ કરવાથી, અભિમાનથી, માયા કપટથી, લેકેને છેતરવાથી, ઝેરવેર કરવાથી, અશુભ અધ્યવસાયથી, જીવ મૃત્યુ પછીના ભાવમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, કીડા, પિરા, કુંથવા, કીડી, મકોડા, વીંછી, પતંગીયા, ભમરા, કુતરા, બીલાડા, વાઘ, સિંહ, મોર, પારેવા, ગાય, ભેંટ આદિ પશુ પંખી જલચર, સ્થળચર, ઉરપર, ભુજપર, ખેચર આદિ તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે.
નરક આયુષ્ય બાંધવાના કારણે પંચેન્દ્રિય જીવોની હિંસા કરવાથી, દારૂ માંસના રાક ખાવાથી, મહા આરંભના કાર્યથી, અતિપરિગ્રહ સંચય કરવાના મમત્વથી, પરસ્ત્રી સેવનથી, અતિતીવ્રક્રિોધ, માન, માયા અને લોભ (અનંતાનુબંધીને કષાયો)થી છ મૃત્યુ પછીના ભવે નરકગતિમાં નારકી પણે ઉત્પન્ન થાય છે જ્યાં અસીમ દુખે ભોગવવાં પડે છેજાણી આત્માથી છએ અશુભ કાર્યોથી દૂર રહેવું.