________________
१७
श्रीगच्छाचारप्रकीर्णकम् गुरुणाकज्जमकज्जे खरकक्कसदुद्रुनिट्ठरगिराए । भणिए तहत्ति सीसा भणंति तं गोयमा ! गच्छं ॥५६॥ दूरुज्झियपत्ताइसु ममत्तए निप्पिहे सरीरेऽवि । जायमजायाहारे बायालीसेसणाकुसले ॥५७॥ तं पि न रूवरसत्थं, न य वण्णत्थं न चेव दप्पत्थं । संजमभरवहणत्थं, अक्खोवंगं व वहणत्थं ॥५८॥
गुरुणा कार्याकार्ये खरकर्कशदुष्टनिष्ठुरगिरा । भणिते तथेति शिष्याः, भणन्ति स गौतम ! गच्छः ॥५६॥ दूरोज्झितपात्रादिममत्वो निस्पृहः शरीरेऽपि । जाताजाताहारः द्विचत्वारिंशदेषणाकुशलः ।।५७।। तमपि न रूपरसार्थं न च वर्णार्थं न चैव दीर्थम् । संयमभरवहनार्थम्, अक्षोपाङ्गमिव वहनार्थम् ।।५८॥
પ૬. કરવા લાયક અગર ન કરવા લાયક કામમાં કઠોર-કર્કશ-દુષ્ઠ-નિષ્ફર ભાષાથી ગુરૂમહારાજ કંઈ કહે, તો ત્યાં શિષ્યો વિનયથી બોલે કે-“હે પ્રભો, આપ કહો છો તેમ તે વાસ્તવિક છે.” આ પ્રમાણે જ્યાં શિષ્યો વર્તે છે, હે ગૌતમ ! ते ५२५२ ॥७छे.
પ૭. પાત્ર આદિકમાં પણ મમત્વરહિત, શરીર વિષે પણ સ્પૃહા વિનાના, શુદ્ધ આહાર મળે તે લેનારા, ન મળે અગર અશુદ્ધ મળે તો તપસ્યા કરનારા, અને એષણાના બેતાલીસ દોષરહિત આહાર લેવામાં કુશળ હોય તે મુનિ છે.
૫૮. એ નિર્દોષ આહાર પણ રૂપ રસને માટે નહિ, શરીરના સુંદર વર્ણ માટે નહિ, તેમજ કામની વૃદ્ધિ માટે પણ નહિ, પરંતુ અલોપાંગની જેમ, ચારિત્રનો ભાર વહન કરવાનું શરીર ધારણ કરવા માટે ગ્રહણ કરે.