________________
શકાય, અને કાર ચલાવતાં આવડે એટલા માત્રથી એને પ્લેન ઉડાડવા ન સોંપી શકાય. તમ થોડા અધકચરા જ્ઞાનથી અધૂરા ઘડાની જેમ છલકાતા જીવોને અતિ ગોપનીય છેદસૂત્રો આપી ન શકાય. કાચા ઘડામાં પાણી ભરવા જતાં પાણી તો ઢોળાઈ જવાનું જ, એ કાચો ઘડો પણ વિનાશ પામવાનો. એમ યોગ્યતા વિનાના જીવો છેદસૂત્રો ભણવા કે જાતે વાંચવા બેસે તો સૂત્રનાશ તો થવાનો જ. એ જીવ પણ ઉત્સર્ગ-અપવાદના વિવેકને ન પારખી શકવાથી અને સૂત્રની સાચા ગુરુપરંપરાથી આવેલાં આમ્નાય-મંત્ર સમાન ગુપ્ત રહસ્યોને પામી નહીં શકવાથી ઉન્મત્ત થઈ દુર્ગતિગામી થવાનો.
મહાનિશીથ'નો અર્થ જ છે - ઘોર અંધારામાં = અત્યંત ગુપ્ત રાખવા યોગ્ય સૂત્ર. આ સૂત્રનો ગુરુગમ અર્થ નહીં પામવાથી અને “અર્ધજરતીય' ન્યાયથી અડધું પકડવાથી ઉન્માર્ગપ્રલાપી થયેલા પ્રતિમાલોપકોએ આ સૂત્રના આધારે કેવા કેવા લોચા માર્યા છે ? તે જોવા મહોપાધ્યાય યશોવિજયજીકૃત પ્રતિમાશતક ગ્રંથ જોવા જેવો છે. તેથી આ, જિનાગમનાં અત્યંત સારભૂત અને રહસ્યોથી ભરેલો ગ્રંથ જે-તેના હાથમાં ન આવે અને એની ગોપનીયતા-પવિત્રતા જળવાઈ રહે, તે અત્યંત ઇચ્છનીય છે. ગ્રંથપરિચય:
પૂર્વે આ મહાગ્રંથ આઠ અધ્યાયમાં વિભક્ત હતો. એમાં દરેક અધ્યાયના ક્રમશઃ ૦, ૯, ૧૩, ૧૭, ૧૨, ૪, ૭, ૨૦ ઉદ્દેશા હતા. એ પછી કાળપ્રભાવે ઘસારો પામેલા અને વેરવિખેર દશાને પામેલા આ ગ્રંથની ઉપલબ્ધ અંશોનું સંકલન સૂરિપુરંદર પૂજ્ય આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ કર્યું. હાલ ઉદ્દેશ રહિત છ અધ્યાય અને બે ચૂલિકા ઉપલબ્ધ છે. આ કાલિક આગમના જોગમાં ૪૫ કાલગ્રહણ છે. આ આગાઢ જોગ આઉટ્ટવાણય છે અને ૪૫ દિવસ ઉપરાંત સાત વૃદ્ધિ દિન એમ બાવન દિવસના આંબેલથી આ જોગ થાય છે અને આ શ્રત માટેની તપયોગ્યતા પ્રાપ્ત થાય છે.
વર્તમાન ઉપલબ્ધ આ ગ્રંથના છ અધ્યાય અને બે ચૂલિકામાં આવતા પદાર્થોની ઉપલક દૃષ્ટિએ વિગત આ છે – (A) પ્રથમ શલ્યોદ્ધરણ અધ્યયનમાં (૧) નિઃશલ્ય બનવા પર ખાસ ભાર મૂકવામાં
આવ્યો છે. (૨) શુદ્ધ આલોચના વિચારથી માંડી અલગ-અલગ કઈ દશામાં જીવો કેવળજ્ઞાન પામ્યા તેનું સુંદર વિવરણ છે. (૩) કેવા-કેવા આલોચકો ખરેખર તો અનાલોચક જ અને સશલ્ય જ રહે છે તે બતાવ્યું છે. (૪) કેવી-કેવી શ્રમણીઓ ભાવ આલોચનાથી શુદ્ધ થઈ શકે અને મૂળથી જ આલોચના નહીં કરનારી કે તેવા-તેવા ક્યા મલિન ભાવોથી આલોચના કરનારી શ્રમણીઓ પાપશ્રમણી બની દુર્ગતિગામી બને છે તે સૂચિત કર્યું છે. (૫) શલ્યોદ્ધાર કરનારની
महानिशीथ सूत्रम