________________
છે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | | શ્રી પ્રેમ-ભુવનભાનુ-ધર્મઘોષ ગુરુભ્યો નમઃ |
છે મેં નમઃ |
(આમુખ
સિદ્ધ થતાં અનામી જીવના ઉપકારથી અનાદિનિગોદમાંથી બહાર નીકળેલો ભવ્ય જીવ અચરમાવર્તકાળના અનંતા પુદ્ગલપરાવર્તો ભટકવામાં પૂરા કરે છે. સહજમળના કારણે કર્મોનો વળગાડ જીવ પાસે જાતજાતનાં નાટકો કરાવે છે. એ અરસામાં જીવને સતાવતો સૌથી મોટો દોષ હોય છે મોહ. આ મોહને આધીન થયેલો જીવ “હું અને “મારુંની અંધારી કોટડીમાં અથડાય છે. અને રાગ-દ્વેષ નામના જલ્લાદો દ્વારા વારંવાર કપાય છે. તે વખતે સૌથી વધુ સતાવે છે દેહાધ્યાસ - શરીરની મમતા. શરીરની મમતાના પરિણામે દરેક ભવનો આરંભ કરે છે આહારથી. આ સતત આહારની પ્રવૃત્તિ જાણે કે એની પ્રકૃતિ બની જાય છે, અને ઓળખાય છે આહારસંજ્ઞા તરીકે. એની સાથેસાથે ભય વગેરે સંજ્ઞાઓ પણ જોર પકડતી જાય છે.
બીજી બાજુ અજ્ઞાન અને અભિનિવેશના કારણે મિથ્યા દર્શન-મિથ્યા જ્ઞાન અને મિથ્યા આચરણ સંસારમાર્ગને લીલોછમ રાખે છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, કર્માશ્રવના આ આત્યંતર કારણો પાંચ અનાચારરૂપે પ્રગટ થતાં રહે છે.
આમ ને આમ અચરમાવર્તકાળ પૂરો કરતો જીવ ચરમાવર્તમાં આવીને તથા ભવ્યત્ત્વરૂપ સ્વભાવ, સારી ભવિતવ્યતા, કાળકૃત સહજમલહાસની પ્રક્રિયા અનુકૂળ થયેલાં કર્મો, જાગૃત થયેલો શુભ પુરુષાર્થ અને અરિહંતના અનુગ્રહથી અપુનબંધક આદિ અવસ્થામાં ઔચિત્ય વ્યવહાર વગેરે શુભાચરણો આદરે છે.
અર્ધપુદ્ગલ પરાવર્તથી પણ કંઈક ઓછો કાળ બાકી રહે તે પછી જ જીવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર પામી શકે છે. મોહનીય કર્મના ક્ષયોપશમયુક્ત જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના કારણે જિનાગમને સારી રીતે પામી શકે છે, સમજી શકે છે,
સ્વીકારી શકે છે. આ જિનાગમો પણ તે-તે જીવની યોગ્યતાને અનુસારે ત્રણ વિભાગમાં વિભાજિત થઈ શકે : (૧) ચતુર્વિધ સંઘની દરેક વ્યક્તિ જે ભણી ન શકે, જેમ કે, નવકાર વગેરે (૨) યોગો દ્વાહી સાધુ કે સાધ્વી જ જેના અભ્યાસના અધિકારી બને, જેમકે આચારાંગ વગેરે (૩) યોગોવાહી સુસાધુઓમાં પણ અમુક શાસ્ત્રદર્શિત પ્રિયધર્મ, દઢધર્મ વગેરે વિશિષ્ટ યોગ્યતાધારક જ જે સૂત્રોનો અભ્યાસ કરી પારગામી બની શકે, જેમ કે બૃહત્કલ્પભાષ્ય, વ્યવહારસૂત્ર, નિશીથચૂર્ણિ વગેરે. મહાનિશીથસૂત્ર પણ ત્રીજા
महानिशीथ सूत्रम