________________
૭૦૭. આ છે તેરમું ક્રિયાસ્થાન ઈરિયા પથિક નામે, એમ કહ્યું છે:- સાચી રીતે
આ છે, આત્મત્તાએ સુવતી સાધુઓનું, જે ઈરિયા સમિતી, ભાષા સમિતી, એષણા સમિતી, આદાનભંડ નિક્ષેપણ સમિતી, ઉચ્ચાર પાશ્રવણ ક્ષેલ સિંઘાણ જલ્લ પારિસ્થાપનીયા સમિતી, મન સમિતી, વચન સમિતી, કાય સમિતી આ સમિતીઓ ધારતાં, મન ગુપ્તી, વચન ગુપ્તી, કાય ગુપ્તી, ગુપ્ત ઇંદ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, આ સર્વેથી યુક્ત; ચાલવામાં, ઊભા રહેવામાં, અને બેસવામાં આયુક્ત હોય છે. તે તૃપ્ત મનવાળા, ખાવામાં આયુક્ત, બોલવામાં આયુક્ત, વસ્ત્ર પરિગ્રહ કાંબળી પાયલુંછણી ગ્રહણ કરવામાં આયુક્ત, નિક્ષેપ કરવામાં આયુક્ત, આંખોના પલકારા કરતાં વેમાયા, તે સૂક્ષ ક્રિયા, ઈરિયા પથિક નામે કરે છે. તે પ્રથમ સમયે બાંધે છે, પોષે છે, બીજા સમયે વેદે છે, ત્રીજા સમયે નિર્જરા કરે છે. આમ બદ્ધા, પુષ્ટા, ઉદીરિયા, વેદિયા, નિર્જરાથી, તે જ કાળે અકર્મ થાય છે. તેથી તે તે પ્રકારનું સાવર્જ કહ્યું છે. આ છે તેરમું ઈરિયા પથિક ક્રિયાસ્થાન, એમ કહ્યું છે. આમ કહ્યું છે કે:- ભૂતકાળે થયેલાં, વર્તમાનકાળે વર્તતાં, અને ભવિષ્યકાળે થશે તે, સર્વે અરહંત ભગવંતોએ આ તેર ક્રિયાસ્થાનો વિષે કહેલું, કહે છે અને કહેશે, પ્રરૂપ્યું છે, પ્રરૂપે છે અને પ્રરૂપશે. આમ તે તેર ક્રિયાસ્થાનો સેવ્યાં છે, સેવે છે અને સેવશે.
૭૦૮. હવે પછી પુરૂષ વિજય વિલંગ વિષે કહું છું. આ લોકમાં અનેક જાતની
પ્રજ્ઞા, અનેક છંદો, અનેક શિલો, અનેક દ્રષ્ટિઓ, અને રૂચિઓ છે. જેથી તે નાના પ્રકારે આરંભો કરે છે, નાના પ્રકારે ઉદ્યોગો કરે છે, ઘણાં પાપી અધ્યયનો કરે છે. જેમ કે - ભૂમિ વિષે, ઉત્પાતો વિષે, સ્વપ્નો વિષે, આકાશ વિષે, અંગો વિષે, સ્વરલક્ષણો વિષે, વ્યંજનો, સ્ત્રી લક્ષણો, પુરૂષ લક્ષણો, કક્કડાનાં લક્ષણો, તિત્તરનાં લક્ષણો, વર્તકનાં લક્ષણો, લાવકનાં લક્ષણો, ચકલક્ષણો, છત્રનાં લક્ષણો, ચામડાનાં લક્ષણો, દંડાનાં લક્ષણો, તલવારનાં લક્ષણો, મણિનાં લક્ષણો, કાગડીનાં લક્ષણો, સારા ભાગ્યનાં લક્ષણો, દુર્ભાગ્યનાં લક્ષણો, ગર્ભ કરે, મોહન કરે, યજ્ઞ કરે, તેના
55