________________
પ્રસ્તાવના
સૂત્ર કૃતાંગના બીજા ભૃત સ્કંધનું પ્રકાશન કરતા હું બહુજ હર્ષ અનુભવું છું. તેમાં સાત અધ્યયનો છે, તેનો હું સંક્ષેપમાં પરિચય કરાવું છું.
અધ્યયન પહેલુ : પીંડરીક નામે છે. તેમાં ભગવાન મહાવીરે શ્વેત કમળનો દાફલો આપી સંયમી સાધુ કેમ નિર્વાણ મેળવે છે તે સમજાવ્યું છે.
પાણીથી ભરેલી, ઘણા કાદવ યુક્ત પુષ્કરિણીમાં ત્યાં ત્યાં ઘણા કમળો ઉગેલા છે. તે સર્વેથી મોટું અને દેખાવડું શ્વેત કમળ પુષ્કરિણીના મધ્ય ભાગે દેખાય છે.
પૂર્વ દિશામાંથી ત્યાં એક પુરુષ આવ્યો. તેને તે મોટા કમળને જોયું અને બોલ્યો “હું ક્ષેત્રજ્ઞ, કુશળ, પંડિત, મેધાવી અને માર્ગજ્ઞ છું હું તે ત્યાં જઈ ખેંચી લાવીશ.” તે પુષ્કરિણીમાં ઉતર્યો, જેમ જેમ આગળ વધ્યો તેમ તેમ અધિક પાણી અને કાદવ હોવાથી વચમાં જ તે ખુચી પડ્યો. નહિં કે કમળ મેળવી શક્યો કે સામે કિનારે ન જઈ શક્યો. આ પ્રમાણે દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરથી આવેલા ત્રણ પુરુષો પણ તે તળાવના કિચડમાં ફસાઈ પડયાં, ન તેમને તે મોટું કમળ મેળવ્યું કે બીજે કિનારે પણ ન જઇ શકયા.
પછી ત્યાં એક સંયમી સાધુ તપસ્વી આવ્યા, તેમને આ ચાર પુરુષોને જોયા અને તે મોટુ કમળ પણ જોયું. આ ચારે પુરુષો અકુશળ છે તેથી તે આ કમળને લાવી શક્યા નથી. તેમને ત્યાં કિનારેથી અવાજ કર્યો “હે શ્વેત કમલ! ઉચે ઉડ, ઉંચે ઉડ, ઉંચે ઉડ” કહેવાની સાથે તે કમળ ઉચે ઉડયું.
ભગવાન મહાવીરે સા દાખલો ઘટાવ્યો. તેમણે શ્રમણ સને શ્રમણીયોને કહ્યું પુષ્કરિણી ને મે સંસાર કહ્યો છે. કર્મને પાણી કહ્યું છે, કામભોગાને કાદવ કહ્યો છે, બીજા ત્યાંના કમળોને મેં સામાન્ય લોક કહ્યાં છે, રાજાને તે મોટુ શ્વેત કમળ કહ્યું છે, પેલા ચાર પુરુષોને મેં પરતીર્થિકો કહ્યાં છે, સધર્મને મેં સાધુ (ભિક્ષ) કહ્યો છે કિનારાને મેં ધર્મતીર્થ કહ્યું છે. ભિક્ષુના શબ્દોને ધર્મકથા કહી છે, કમળનું ઉંચે ઉડવું તેને નિર્વાણ કહ્યું છે.
અધ્યયન બીજે તે ક્રિયાસ્થાન નામે છે. ક્રિયાથી કર્મબંધન થાય છે. આમાં તેર પ્રકારની ક્રિયાઓ કહી છે, તે આ પ્રમાણે :
૧) અર્થ દંડ, ૨) અનર્થ દંડ, ૩) હિંસા દંડ, ૪) અકસ્માત દંડ, ૫) દૃષ્ટિ
-
Three