SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૮ નયવિચાર તેનો નાશ” એ ઉક્તિમાં નામ શબ્દ આ પર્યાયના અર્થમાં એ જ સમજવાનું છે. દ્રવ્યાર્થિક નયના ત્રણ પ્રકારે છેઃ (૧) નૈગમ, (૨) સંગ્રહ અને (૩) વ્યવહાર. પર્યાયાર્થિક નયના ચાર પ્રકારે છેઃ (૧) ઋજુસૂત્ર, (૨) શબ્દ (૩) સમભિરૂઢ અને (૪) એવંભૂત. આ બંને પ્રકારેને સાથે ગણતાં સાતની સંખ્યા થાય છે અને તેની જ વિશેષ પ્રસિદ્ધિ છે. નયકણિકામાં કહ્યું છે કેयथोत्तरं विशुद्धाः स्युर्नयाः सप्ताप्यमी तथा । एकैकः स्याच्छतं भेदास्ततः सप्तशताप्यमी ॥१९॥ अथैवं भूतसमभिरूढयोः शब्द एव चेत् ।। अन्तर्भावस्तदा पंच नयपंचशतीभिदः ॥२०॥ આ સાતે નયે ઉત્તરોત્તર વિશુદ્ધ છે, એટલે સૂક્ષમ છે. આ અકેક નયના સે સે ભેદ છે, તેથી તેમની કુલ સંખ્યા ૭૦૦ ની થાય છે. અને એવંભૂત તથા સમભિરૂઢ - નયને શબ્દનયમાં જ અંતર્ભાવ કરીએ તે નયની સંખ્યા પાંચની થાય છે અને તે દરેકના સે સે ભેદ ગણતાં કુલ - સંખ્યા ૫૦૦ ની થાય છે.” તે સંબંધી પ્રાચીન ગાથા નીચે મુજબ છે - एक्केको य सयविहो सत्त नय सया एमेव । - અન્નોવિત્ર શ્રાપણો, તથા નયા તુ “સાત નયમાં દરેક નય શતવિધ– પ્રકાર છે,
SR No.022553
Book TitleJain Shikshavali Nayvichar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy