________________
( ૩૧૭ ) पौरैः सह महीनाथे । सायं याते पुरांतरा ॥ यावनिजगृहं गंतुं । रथी रथमसज्जयत् ॥ ११ ॥
અર્થ:–પછી સંધ્યાકાળે નગરના લોકો સહિત રાજા જ્યારે નગ૨માં ગમે ત્યારે અગલદત્ત પણ જેવો ઘેર જવા માટે રથ તૈયાર કરે છે,
तावदांदोलनासक्ता । माधवीवल्लिंमंडपे । पस्पृशे कामुकेनेव । श्यामा काकोदराहिना ॥ १२ ॥
અર્થ:–તેવામાં માધવીલતાના મંડપમાં હીંચોડા ખાતી શ્યામદત્તાને કામુની પેઠે સાપે ડંખ માર્યો. ૧૨ છે
अनिच्छंतीव सा पाणि-पंकजे परिधुन्वती ॥ पपात पत्युरुत्संगे । रक्ष रक्षेति भाषिणी ॥ १३ ॥
અર્થ:–ત્યારે જાણે ઇછતી ન હોય તેમ પોતાના હસ્તકમલને કંપાવતી થકી મને બચાવે બચાવો એમ બોલીને તે પોતાના સ્વામિના ખોળામાં પડી. મે ૧૩ છે
परिरभ्य स तां बाढं । मा भैस्तन्वि वदनिति ॥ प्रैषीभिज परीवार-मातुरं मातुरंतिके ॥ १४ ॥
અર્થ–ત્યારે અગલદત્ત તેણુને ખુબ ભેટીને બોલ્યો કે હે તન્ડિા તું ડર નહિ, એમ કહીને પોતાના દુઃખી પરિવારને તેણે પિતાની માતા પાસે મોકલી દીધો. ૧૪
वायुनास्य विषावेशो । मार्गे मास भृशायत ॥ इति संनिहिते देव-कुले बाला निनाय सः ॥ १५ ॥
અર્થ-માર્ગમાં વાયુથી આને વિશેષ ઝેર ન ચડે તો ઠીક એમ વિચારીને તેણુને તે એક નજીકના દેવમંદિરમાં લઈ ગયો. ૧૫
व्यापनामिव निश्चेष्टां । विषविध्वस्तचेतनां ।। पत्नीं पश्यन् स तत्याज । धैर्यधामापि धीरतां ॥ १६ ॥
અર્થ: તે વખતે જાણે મરી ગઈ હોય નહિ તેમ ચેષ્ટાવિનાની તથા ઝેરથી બેભાન થયેલી પોતાની તે સ્ત્રીને જોઈને અતિ ધર્યતાવાળા પણ તે અગલદત્ત ધીરજ છોડી દીધી. ૧૬
अस्त्यस्या अगदंकारः । कापि कोऽपीति वीक्षितुं ॥ अत्युत्सुक इत्र द्वीपां-तरं भानुस्तदा ययौ ।। १७ ।।