SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૬ વળી બીજું શું છે ? એથી કહે છે બાલસ્વભાવના ચિંતવનથી=પોતાના માટે અનુચિત બોલનારનો બાલસ્વભાવ છે એ પ્રમાણે ચિંતવનથી, પરોક્ષ કે પ્રત્યક્ષ, આક્રોશ, તાડન, મારણ, ધર્મભ્રંશના ઉત્તરોત્તર રક્ષણ માટે ક્રોધનો ત્યાગ કરીને ક્ષમા કરવી જોઈએ. ૭૪ કઈ રીતે બાલસ્વભાવ આદિના ચિંતવનથી ક્ષમા કરવી જોઈએ ? તે સ્પષ્ટ કરે છે બાલ એટલે મૂઢ છે. પરોક્ષ આક્રોશવાળો બાળ હોતે છતે ક્ષમા જ કરવી જોઈએ. હિ=જે કારણથી, આવા સ્વભાવવાળા બાળ હોય છે. અને દૃષ્ટિથી=ભાગ્યયોગે, મને પરોક્ષ આક્રોશ કરે છે પ્રત્યક્ષ નહીં, એ પ્રકારે લાભ જ માનવો જોઈએ. પ્રત્યક્ષ પણ આક્રોશ કરતા બાળમાં ક્ષમા કરવી જોઈએ. (કારણ) આ=આક્રોશ કરવું એ, બાળમાં હોય જ માટે ક્ષમા કરવી જોઈએ. અને ભાગ્યયોગે મને પ્રત્યક્ષ આક્રોશ કરે છે, મારતો નથી. એ પણ=તાડન પણ, બાલમાં છે. એથી લાભ જ જાણવો. તાડન કરતાં પણ બાલમાં ક્ષમા કરવી જોઈએ. ફ્રિ=જે કારણથી, આવા સ્વભાવવાળા બાલ હોય છે=બીજાને તાડન કરવાના સ્વભાવવાળા બાલ હોય છે. અને ભાગ્યયોગે મને તાડન કરે છે. પ્રાણથી વિયોજન કરતો નથી=મૃત્યુને પ્રાપ્ત કરાવતો નથી. આ પણ બાલમાં વિદ્યમાન છે=બીજાના પ્રાણનો નાશ કરવો એ પણ બાલોમાં વિદ્યમાન છે. એથી, પ્રાણથી નાશ કરતાં પણ બાલમાં ક્ષમા કરવી જોઈએ. અને ભાગ્યયોગે મને પ્રાણથી વિયોજન કરે છે, ધર્મથી નાશ કરતો નથી, એથી ક્ષમા કરવી જોઈએ. આ પણ=ધર્મથી નાશ કરાવવું એ પણ, બાલોમાં વિદ્યમાન છે, એથી લાભ જ જાણવો. વળી બીજું શું ? એ બતાવે છે=ક્ષમાની પ્રાપ્તિ માટે બીજું શું કરવું જોઈએ ? તે બતાવે છે પોતાના કરાયેલા કર્મના ફળના સ્વીકારથી ક્ષમા કરવી જોઈએ. કઈ રીતે પોતાના કરાયેલા કર્મના ફળના સ્વીકારથી ક્ષમા કરવી જોઈએ ? તે સ્પષ્ટ કરે છે પોતાના કરાયેલા ફ્ળનું આગમન આ મને છે. પર (તો) નિમિત્તમાત્ર છે, એથી ક્ષમા કરવી જોઈએ. - વળી અન્ય શું ? તેથી કહે છે અનાયાસ આદિ ક્ષમાગુણોનું અનુસ્મરણ કરીને=ક્રોધ આદિ ભાવો આયાસરૂપ હોવાથી ક્લેશરૂપ છે અને ક્ષમા કોઈ પ્રકારના પ્રયત્નરૂપ નહીં હોવાથી સ્વસ્થતારૂપ છે એ પ્રકારે ક્ષમાગુણને અનુસ્મરણ કરીને, ક્ષમા જ કરવી જોઈએ. એ ક્ષમાધર્મ છે. ૧।। ભાવાર્થ: (૧) ક્ષમાયતિધર્મ : ક્ષમા એ જીવનો સહજ ધર્મ છે. ક્ષાયિકભાવનો ક્ષમાનો ધર્મ વીતરાગને જ હોય છે, જ્યારે છદ્મસ્થને -
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy