________________
Go
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૮| સૂત્ર-૨પ સૂક્ષ્મ બંધાય છે, બાદર નહીં. એક ક્ષેત્ર અવગાઢ બંધાય છે=જે આકાશપ્રદેશ ઉપર જીવપ્રદેશ છે તે આકાશપ્રદેશ ઉપર રહેલા કામણપુદ્ગલો બંધાય છે, પરંતુ ક્ષેત્રમંતરમાં અવગાઢ કાર્મણપુદ્ગલો બંધાતા નથી. વળી જે આકાશપ્રદેશ ઉપર આત્મા રહેલો છે, તે આકાશપ્રદેશ ઉપર સ્થિર રહેલ કામણવર્ગણાતા પુદ્ગલો બંધાય છે, પરંતુ ગતિને પામેલા પુદ્ગલો બંધાતા નથી=અન્ય આકાશપ્રદેશ ઉપર આવેલી કામણવર્ગણા બંધાતી નથી, પરંતુ પોતે જે આકાશપ્રદેશ ઉપર રહેલ છે, એ આકાશપ્રદેશ ઉપર સ્થિર રહેલી કામણવર્ગણા જીવથી બંધાય છે. સર્વ આત્મપ્રદેશોમાં બંધાય છે=જીવના બધા આત્મપ્રદેશોમાં સર્વ પ્રકૃતિના પુદગલો બંધાય છે=વર્તમાન સમયમાં જે જે કર્મો બાંધે છે તે સર્વ પ્રકૃતિઓનાં કર્મો સર્વ આત્મપ્રદેશમાં બંધાય છે. વળી એક એક આત્મપ્રદેશ અનંતા કર્મપ્રદેશોથી બંધાયેલો થાય છે જીવવા દરેક પ્રદેશો ઉપર આઠે કર્મો બંધાય છે અને તે એક એક આત્મપ્રદેશ અનંતા કર્મપ્રદેશોથી બદ્ધ થાય છે. વળી અનંતાનંત પ્રદેશવાળા ગ્રહણયોગ્ય કર્મપુદગલો બંધાય છે; પરંતુ સંખ્યય, અસંખ્યય કે અનંત પ્રદેશવાળા પુદ્ગલો બંધાતા નથી; કેમ કે તેટલા પ્રદેશોનું અગ્રહણયોગ્યપણું છે, આ પ્રદેશબંધ છે. w૮/૨પા ભાવાર્થ
પ્રદેશબંધ એટલે આત્મા સાથે બંધાયેલા કાર્મણપુદ્ગલોનો જથ્થો. આ કાર્મણપુદ્ગલો કાર્મણશરીરનામકર્મના ઉદયથી જીવની સાથે બંધાય છે, તે બતાવવા માટે સૂત્રમાં કહ્યું કે નામપ્રત્યયવાળા પુદ્ગલો બંધાય છે. અહીં કોઈને ભ્રમ થાય કે જ્ઞાનાવરણીય આદિ નામપ્રત્યયવાળા પુદ્ગલો બંધાય છે, તેનું નિરાકરણ કરવા અર્થે ભાષ્યકારશ્રીએ સ્પષ્ટતા કરી કે નામનિમિત્ત અર્થાત્ નામહેતુ અર્થાત્ નામકરણવાળા પગલો બંધાય છે.
તેથી એ પ્રાપ્ત થયું કે કાશ્મણશરીરનામકર્મરૂપ નામકરણવાળો પ્રદેશબંધ છે; કેમ કે જો કાર્મણશરીરનામકર્મનો ઉદય ન હોય તો તે પુદ્ગલો બંધાય નહીં. આથી જ કાર્મણશરીરનામકર્મના ઉદયવાળા કેવલીને પણ પ્રદેશબંધની પ્રાપ્તિ છે. વળી તે પુદ્ગલો જીવ કયાંથી ગ્રહણ કરે છે ? તે સ્પષ્ટ કરવાર્થે ગ્રંથકારશ્રી કહે છે –
સર્વથી ગ્રહણ કરે છે અર્થાત્ તિર્થો ચાર દિશા અને ચાર વિદિશા, તથા ઊર્ધ્વ અને અધો એમ દશે દિશાથી ગ્રહણ કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે આકાશપ્રદેશ ઉપર જીવ રહેલ છે તે આકાશપ્રદેશ ઉપર રહેલ કાર્મણવર્ગણાઓ કાર્મણશરીરનામકર્મના ઉદયથી જીવ દશે દિશાઓમાંથી ગ્રહણ કરે છે.
શેનાથી ગ્રહણ કરે છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – યોગવિશેષથી બંધાય છે જીવની કાયાનું કર્મ, વાણીનું કર્મ અને મનનું કર્મ એ રૂપ યોગવિશેષથી અનંતાનંત પ્રદેશરૂપ પ્રદેશબંધ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેટલા અંશમાં યોગવ્યાપાર અધિક, તેટલા અંશમાં પ્રદેશબંધ અધિક અને જેટલા અંશમાં યોગવ્યાપાર અલ્પ. તેટલા અંશમાં પ્રદેશબંધ અલ્પ થાય છે. વળી, પ્રદેશબંધના પુદ્ગલો સૂક્ષ્મ બંધાય છે, બાદર બંધાતા નથી; કેમ કે કાર્મણવર્ગણા સૂક્ષ્મ પરિણામવાળી