________________
પર
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૮ | સૂત્ર-૨૦, ૨૧
ભાષ્યાર્થ :
નાનnોત્રમકૃત્યોર.... સ્થિતિર્મવતિ નામ અને ગોત્ર પ્રકૃતિની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત છે. li૮/૨૦ગા. ભાવાર્થ :
ક્ષપકશ્રેણિમાં કે ઉપશમશ્રેણિમાં પ્રવર્તમાન જીવ વીતરાગ થવાની તૈયારીમાં હોય, ત્યારે તેમનામાં સ્થિતિબંધને અનુકૂળ રાગનો અંશ અલ્પમાત્રામાં હોય છે અને ચિત્તની વિશુદ્ધિ અત્યંત વિપુલ માત્રામાં હોય છે. તેથી તે જીવ જે નામકર્મ અને ગોત્રકર્મ બાંધે છે તે અત્યંત ઉચ્ચકોટીનાં હોય છે, જેનો જઘન્ય સ્થિતિબંધ આઠ મુહૂર્તનો હોય છે. I૮/૨ના
સૂત્ર :
शेषाणामन्तर्मुहूर्तम् ।।८/२१।। સૂત્રાર્થ :
શેષનો=વેદનીય, નામ, ગોત્ર પ્રકૃતિથી શેષનો, અંતર્મુહૂર્ત જઘન્ય સ્થિતિબંધ છે. II૮/૨ll ભાષ્ય :__ वेदनीयनामगोत्रप्रकृतिभ्यः शेषाणां ज्ञानावरणदर्शनावरणमोहनीयायुष्कान्तरायप्रकृतीनामपरा स्थितिरन्तर्मुहूर्तं भवति ।।८/२१।। ભાષ્યાર્થ
વેની ....... મવતિ ા વેદનીય, નામ, (અ) ગોત્ર પ્રકૃતિથી શેષ એવા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, આયુષ્ય, અંતરાય પ્રકૃતિઓની અપરાસ્થિતિ=જઘન્યસ્થિતિ, અંતર્મુહૂર્ત છે. II૮/૨૧II ભાવાર્થ -
પૂર્વમાં વેદનીયકર્મ, નામકર્મ અને ગોત્રકર્મની જઘન્ય સ્થિતિ બતાવી. તેના કરતાં અન્ય એવા જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનાવરણીયકર્મની જઘન્યસ્થિતિ દશમાં ગુણસ્થાનકના અંત સમયે અંતર્મુહૂર્તની બંધાય છે. ત્યારપછી મોહનો અભાવ હોવાને કારણે મોહથી અનાકુળ એવા મતિજ્ઞાનાદિના અંશમાં રહેલા શેષ અજ્ઞાનના પરિણામથી જ્ઞાનાવરણીયકર્મનો બંધ થતો નથી. આથી જ બારમા ગુણસ્થાનકમાં રહેલા વિતરાગ કેવળજ્ઞાનવાળા નથી તેથી અજ્ઞાન અંશ છે, તોપણ મોહનો વિકાર નહીં હોવાથી જ્ઞાનની વિકૃતિ નથી તેથી જ્ઞાનાવરણીયકર્મનો બંધ નથી.
વળી મોહનીયકર્મ દશમા ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે તેમાં નવમાં ગુણસ્થાનક સુધી બાદર લોભનો ઉદય છે ત્યારે નવમા ગુણસ્થાનકના અંતે સંજવલન લોભની અંતર્મુહૂર્ત સ્થિતિ બંધાય છે. દેશમાં