SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ તત્ત્વાદિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૧૨ પરને ત્રાસ, પરની પ્રતિભાનો પ્રતિઘાત, પરને સંક્ષોભાદિ જનક પરાઘાતનામકર્મ છે. આપના સામર્થ્યનું જનક આતપનામકર્મ છે. પ્રકાશના સામર્થ્યનું જનક ઉદ્યોતનામકર્મ છે. શ્વાસોચ્છવાસના પુદ્ગલતા ગ્રહણના સામર્થનું જનક ઉચ્છવાસનામકર્મ છે. લબ્ધિપ્રત્યયને કારણે=લબ્ધિહેતુને કારણે અને શિક્ષાની ઋદ્ધિ પ્રત્યયને કારણે=શિક્ષણ લેવાને કારણે, આકાશગમનનું જનક વિહાયોગતિનામકર્મ છે. સ્વતંત્ર શરીરનું વિવર્તક કર્મ પ્રત્યેકશરીરનામકર્મ છે. અનેક જીવોનું એક શરીર તે સાધારણ શરીર તેનું વિવર્તક કર્મ સાધારણશરીરનામકર્મ છે. ત્રણભાવનું નિર્વર્તક કર્મ ત્રસવામકર્મ છે. સ્થાવરભાવનું નિર્વતક કર્મ સ્થાવર નામકર્મ છે. સૌભાગ્યનું નિર્વતક કર્મ સભગતામકર્મ છે. દોર્ભાગ્યનું નિર્વતક કર્મ દુર્ભગનામકર્મ છે. સુસ્વારનું નિર્વતક કર્મ સુસ્વારનામકર્મ છે. દુઃસ્વરનું નિર્વતક કર્મ દુઃસ્વારનામકર્મ છે. શુભભાવતું=શરીરના શુભભાવનું, શોભાનું=શરીરની શોભાનું, અને માંગલ્યનું શરીરના માંગલ્યનું, તિર્વર્તક શુભનામકર્મ છે, તેનાથી વિપરીત અશુભનામકર્મ છે. સૂક્ષ્મશરીરનું નિર્વર્તક સૂક્ષ્મનામકર્મ છે, બાદરશરીરનું નિર્વતક બાદરનામકર્મ છે. પર્યાપ્તિ પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે – આહારપતિ , શરીરપર્યાપ્તિ, ઈન્દ્રિયપર્યાપ્તિ, શ્વાસોશ્વાસપર્યાપ્તિ, ભાષાપર્યાપ્તિ. ત્તિ' શબ્દ પર્યાપ્તિના પાંચ પ્રકારોની સમાપ્તિ અર્થે છે. પર્યાપ્તિની વ્યાખ્યા કરે છે – આત્માની ક્રિયાની પરિસમાપ્તિ પર્યાપ્તિ છે. શરીર, ઇન્દ્રિય, વાણી, મન, પ્રાણાપાન યોગ્ય દકિરૂપ દ્રવ્યના ગ્રહણની ક્રિયા એની પરિસમાપ્તિ આહારપર્યાપ્તિ છે. ગૃહીત એવા દલિકને શરીરપણારૂપે સંસ્થાપનની ક્રિયાની પરિસમાપ્તિ શરીરપર્યાપ્તિ છે. સંસ્થાપનના પર્યાયવાચી બતાવે છે – સંસ્થાપન, રચના, ઘટના એ સંસ્થાપક શબ્દનો અર્થ છે. ત્વચાદિ=ચામડી આદિ, ઇન્દ્રિય નિર્વતનની ક્રિયાની પરિસમાપ્તિ ઇન્દ્રિય પર્યાપ્તિ છે. પ્રાણાપાનક્રિયાયોગ્ય દ્રવ્યના ગ્રહણ-વિસર્ગની શક્તિ, તેના નિર્વર્તનની ક્રિયા તેની પરિસમાપ્તિ પ્રાણાપાનપર્યાપ્તિ છે. ભાષાયોગ્ય દ્રવ્યના ગ્રહણ-વિસર્ગની શક્તિ તેના નિર્વતનની ક્રિયાની પરિસમાપ્તિ તે ભાષાપર્યાપ્તિ છે. મનપણાયોગ્ય દ્રવ્યના ગ્રહણ-વિસર્ગની શક્તિ તેના નિર્વતનની ક્રિયાની પરિસમાપ્તિ મત-પર્યાપ્તિ છે, તે પ્રમાણે એક આચાર્ય કહે છે. યુગપદ્ આરબ્ધ પણ આ પર્યાતિઓની ક્રમથી સમાપ્તિ થાય છે; કેમ કે ઉત્તર-ઉત્તરનું સૂક્ષ્મતરપણું છે. સૂત્રકર્તન=સૂતરનું કાંતણ, અને દારૂઘટત=લાકડાના ઘડવા, આદિની જેમ ઉત્તર ઉત્તરની
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy