SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૩, ૪ કારણીભૂત કર્મરૂપ હેતુનો અભાવ હોવાથી ઉત્તરના જન્મનો અપ્રાદુર્ભાવ છે. સર્વ કર્મ રહિત અને જન્મરહિત એવી જીવની આ અવસ્થા મોક્ષ એ પ્રમાણે કહેવાય છે. ૧૦૩ ભાષ્ય : किञ्चान्यत् - ભાષ્યાર્થ : અન્ય શું છે ?=વળી સર્વ કર્મ રહિત અવસ્થામાં અન્ય શું છે? તેથી કહે છે – સૂત્ર: औपशमिकादिभव्यत्वाभावाच्चान्यत्र केवलसम्यक्त्वज्ञानदर्शनसिद्धत्वेभ्यः ૨૦/૪iા. સૂત્રાર્થ - કેવલસખ્યત્વ, કેવલજ્ઞાન, કેવલદર્શન, અને સિદ્ધત્વથી અન્યત્ર આ ચાર ભાવોને છોડીને ઓપશમિકાદિ ભાવોનો અને ભવ્યત્વનો અભાવ હોવાથી મોક્ષ થાય છે. ૧/૪ll ભાષ્ય :___ औपशमिकक्षायिकक्षायोपशमिकौदयिकपारिणामिकानां भावानां भव्यत्वस्य चाभावान्मोक्षो भवति, अन्यत्र केवलसम्यक्त्वकेवलज्ञानकेवलदर्शनसिद्धत्वेभ्यः । एते ह्यस्य क्षायिका नित्यास्तु मुक्तस्यापि ભવત્તિ ૨૦/૪ ભાષ્યાર્થઃ ગોપશમ ભવત્તિ કેવલ સમ્યક્ત, કેવલજ્ઞાન, કેવલદર્શન અને સિદ્ધત્વથી અન્યત્ર=સિવાય, પથમિકભાવના, ક્ષાવિકભાવના, ક્ષાયોપથમિકભાવના, ઔદયિકભાવના (અ) પારિણામિકભાવના તથા ભવ્યત્વના અભાવથી મોક્ષ થાય છે. આ ક્ષાયિક=કેવલસખ્યત્વે આદિ ચાર ક્ષાયિક ભાવો, આ મુક્તાત્માને પણ નિત્ય હોય છે. ll૧૦/જા. ભાવાર્થ : આઠ કર્મોના ક્ષયથી જેમ મોક્ષ થાય છે તેમ સંસારી જીવોમાં પૂર્વમાં જે ઔપશમિકાદિ ભાવો છે તેમાંના પણ કેટલાક ભાવોના ક્ષયથી મોક્ષ થાય છે. કયા ભાવોના ક્ષયથી મોક્ષ થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – કેવલ સમ્યક્ત, કેવલજ્ઞાન, કેવલદર્શન અને સિદ્ધત્વરૂપ ક્ષાયિકભાવોને છોડીને પથમિકભાવના,
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy