________________
૧૫૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૨૪
ભાષ્યાર્થ ઃ
वैयावृत्त्यं વૈવાવૃત્ત્વમ્ ।। વૈયાવચ્ચ દશ પ્રકારની છે. આ પ્રમાણે – આચાર્યવૈયાવચ્ચ, ઉપાધ્યાયવૈયાવચ્ચ, તપસ્વીવૈયાવચ્ચ, શિક્ષકવૈયાવચ્ચ, ગ્લાનવૈયાવચ્ચ, ગણવૈયાવચ્ચ, કુલવૈયાવચ્ચ, સંઘવૈયાવચ્ચ, સાધુવૈયાવચ્ચ, સમનોજ્ઞવૈયાવચ્ચ,
‘કૃતિ’ શબ્દ વૈયાવચ્ચના દશ ભેદોની સમાપ્તિ માટે છે.
વૈયાવચ્ચ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ કરે છે –
વ્યાવૃત્તનો ભાવ વૈયાવૃત્ત્વ છે=ગુણવાનના ગુણો પ્રત્યેના બહુમાનપૂર્વક ગુણવૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળો ભાવ વૈયાવચ્ચ છે. અથવા વ્યાવૃત્ત કર્મ=વ્યાપારવાળી ક્રિયા તે વૈયાવૃત્ત્વ છે. ત્યાં=દશ પ્રકારની વૈયાવચ્ચના વિષયભૂત જીવોમાં, આચાર્ય પૂર્વોક્ત પાંચ પ્રકારના છે=અધ્યાય-૯, સૂત્ર-૬માં બતાવેલ પાંચ પ્રકારના આચાર્ય છે. આચારગોચરવિનય=આચાર વિષયક વિનય, અને સ્વાધ્યાય આચાર્ય પછી તેમનાથી પ્રાપ્ત કરાય છે, એ ઉપાઘ્યાય છે. સંગ્રહ, ઉપગ્રહ અને અનુગ્રહ માટે સ્વીકારાય છે એ ઉપાધ્યાય=વસ્ત્રાદિનો સંગ્રહ, અન્નપાનાદિથી ઉપગ્રહ અને સ્વાધ્યાયાદિથી અનુગ્રહ તેના માટે જેમનો સ્વીકાર કરાય તે ઉપાધ્યાય. અથવા આમના સંગ્રહાદિ છે એ પ્રમાણે સ્મરણ થાય છે તે ઉપાધ્યાય છે. બે સંગ્રહવાળા સાધુઓ હોય છે.
કોણ બે સંગ્રહવાળા ? એથી કહે છે -
*****
આચાર્ય-ઉપાધ્યાયના સંગ્રહરૂપ બે સંગ્રહવાળા સાધુ હોય છે. ત્રિસંગ્રહવાળી સાધ્વી હોય છે. કોના ત્રણ સંગ્રહવાળી સાધ્વી હોય છે ? એથી કહે છે
-
આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિનીના સંગ્રહવાળી સાધ્વી હોય છે. પ્રવર્તિની દિગાચાર્યથી વ્યાખ્યાન કરાઈ છે=પાંચ આચાર્યમાં દિગાચાર્યનું સ્વરૂપ બતાવ્યું તેનાથી વ્યાખ્યાન કરાઈ છે. હિત માટે પ્રવર્તે છે અને પ્રવર્તાવે છે એ પ્રવર્તિની. વિદૃષ્ટ, ઉગ્ર, તપયુક્ત તપસ્વી, અચિર પ્રવ્રુજિત, શિક્ષા આપવા યોગ્ય શૈક્ષ અથવા શિક્ષા માટે યોગ્ય છે એથી શૈક્ષ કહેવાય. ગ્લાન પ્રતીત છે. સ્થવિર સંતતિની સંસ્થિતિ ગણ છે=સ્થવિરોની એક વાચનાના પ્રવાહવાળાની સંસ્થિતિ ગણ છે. એક આચાર્યની સંતતિની સંસ્થિતિ કુલ છે. ચતુર્વિધ શ્રમણાદિ સંઘ છે. સાધુ સંયત છે. સંભોગયુક્ત સમનોજ્ઞ છે=સાથે જ ગોચરી-પાણીના વ્યવહારવાળા સાધુ સમનોજ્ઞ છે. આમના=આચાર્યાદિ દશના, અન્નપાન, વસ્ત્ર, પાત્ર, પ્રતિશ્રય=ઉપાશ્રય, પીઠ, ફલક, સંસ્તારક આદિ ધર્મસાધનો વડે ઉપગ્રહ, શુશ્રુષા, ઔષધની ક્રિયા, જંગલાદિમાં, વિષમ દુર્ગમાં અને ઉપસર્ગોમાં અશ્રુપપત્તિ=પરિરક્ષણ, એ વગેરે વૈયાવચ્ચ છે. ।।૯/૨૪।।
ભાવાર્થ:
ગુણવાન એવા આચાર્યાદિ દશના ગુણોના સ્મરણપૂર્વક તેઓના સંયમનો ઉપગ્રહ કરે તેવી જે ઉચિત પ્રવૃત્તિ તે વૈયાવચ્ચ છે.