________________
૧૫૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૨૩ અવતરણિકા :
સૂત્ર-૨૦માં છ પ્રકારના અત્યંતરતપ બતાવ્યા તેમાંથી પ્રાયશ્ચિત્ત નામના તપનું સ્વરૂપ સૂત્ર૨૨માં બતાવ્યું. હવે વિનય નામના અત્યંતરતપનું સ્વરૂપ બતાવે છે –
સૂત્ર :
ज्ञानदर्शनचारित्रोपचाराः ।।९/२३।।
સૂત્રાર્થ -
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર એમ ચાર પ્રકારનો વિનય તપ છે. ll૯/૨૩/
ભાષ્ય :
विनयश्चतुर्भेदः । तद्यथा - ज्ञानविनयः १, दर्शनविनयः २, चारित्रविनयः ३. उपचारविनयः ४ । तत्र ज्ञानविनयः पञ्चविधो मतिज्ञानादिः, दर्शनविनयस्त्वेकविध एव सम्यग्दर्शनविनयः । चारित्रविनयः पञ्चविधः सामायिकविनयादिः । औपचारिकविनयोऽनेकविधः सम्यग्दर्शनज्ञानचारित्रादिगुणाधिकेषु अभ्युत्थानासनप्रदानवन्दनानुगमनादिः । विनीयते तेन तस्मिन् वा विनयः
૧/૨રૂા. ભાષ્યાર્થ -
વિન: .... વિનવઃ | વિનય ચાર ભેદવાળો છે. તે આ પ્રમાણે – (૧) જ્ઞાનવિનય, (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય, અને (૪) ઉપચારવિનય. ત્યાં જ્ઞાનવિનય મતિજ્ઞાન આદિ પાંચ પ્રકારનો છેઃપાંચ જ્ઞાનો પ્રત્યે યથાયોગ્ય વધતો જતો બહુમાનનો પરિણામ જ્ઞાનવિનય સ્વરૂપ છે. દર્શનવિનય એકવિધ જ સમ્યગ્દર્શનવિનય છે=જિનવચન અનુસાર તત્વને જોનારી નિર્મળ દૃષ્ટિ પ્રત્યે વધતા જતા બહુમાનના ભાવ સ્વરૂપ સમ્યગ્દર્શનવિનય છે. ચારિત્રવિનય પાંચ પ્રકારનો સામાયિકવિનય આદિરૂપ છે. ઔપચારિકવિનય સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિથી ગુણાધિક જીવોમાં અનેક પ્રકારનો અભ્યત્થાન, આસનપ્રદાન, વંદન, અનુગમ આદિરૂપ છે. વિનય’ શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે – તેનાથી વિનયન થાય છે અથવા તેમાં વિનયન થાય છે તે વિનય છે. ૯/૨યા ભાવાર્થ :| વિનયઅત્યંતરતપ ચાર પ્રકારે છેઃ (૧) જ્ઞાનવિનયતા, (૨) દર્શનવિનયતપ, (૩) ચારિત્રવિનયતપ અને (૪) ઔપચારિકવિનયતપ.