________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૭
૧૦૭ જે મહાત્માઓ આશ્રવનો રોધ કરી શકતા નથી તેઓ સંયમની ક્રિયા કરવા છતાં પાંચ ઇન્દ્રિયોની તે તે પ્રકારની ચંચળતા હોવાને કારણે પાંચે ઇન્દ્રિયોની અવિરતિના જ પરિણામવાળા રહે છે; એટલું જ નહીં પણ, પાંચ ઇન્દ્રિયોની અવિરતિ વિદ્યમાન હોવા છતાં જો તે અવિરતિરૂપ ન જણાય તો મિથ્યાત્વની પણ પ્રાપ્તિ થાય છે. માટે મહાત્માઓ પાંચ ઇન્દ્રિયોના આશ્રવકૃત અનર્થોથી આત્માનું રક્ષણ કરવા અર્થે તે તે ઇન્દ્રિયોના આશ્રવકૃત અનર્થોને બતાવનારા દૃષ્ટાંતનું ભાવન કરીને તે તે ઇન્દ્રિયોના આશ્રવનો રોધ કરવા માટે યત્ન કરે છે. જેમ સ્પર્શનેંદ્રિયમાં પ્રસક્ત સત્યકી વિદ્યાધર મૃત્યુને પામ્યો, જે સ્પર્શનેંદ્રિયની આસક્તિનું તત્કાલ થયેલ ફળ છે. આ રીતે ચિંતવન કરવાથી સ્પર્શનેંદ્રિયની વૃત્તિ અવરુદ્ધ થાય છે. તેથી હૈયાને સ્પર્શ તે રીતે દૃષ્ટાંતનું ભાવન કરવું જોઈએ. વળી વનમાં સ્વછંદ વિહાર કરનારા, સ્પર્શનેંદ્રિયમાં પ્રસક્ત જીવો જેમ વધ-બંધનાદિનાં તીવ્ર દુઃખો પ્રાપ્ત કરે છે તેમ સ્પર્શનેંદ્રિયમાં પ્રસક્ત જીવો આલોક અને પરલોકમાં અનર્થો પ્રાપ્ત કરે છે. વળી મૈથુન સુખમાં પ્રસક્ત ઘોડી પ્રસવકાળમાં પરવશ મૃત્યુ પામે છે, એમ વિચારીને પણ મહાત્મા સ્પર્શનેંદ્રિયને શાંત કરવા સતત યત્ન કરે છે.
વળી જિલૈંદ્રિયપ્રસક્ત જીવો કઈ કઈ રીતે અનર્થ પામે છે ? તેને પણ દૃષ્ટાંતથી મહાત્મા ભાવન કરે છે. જેમ મરેલા હાથીના શરીરમાં રહેલ કાગડો માંસ ખાવામાં લુબ્ધ હોય અને કોઈક રીતે પાણીનો પ્રવાહ જોરથી આવે, તો તેના વેગથી પાણીમાં તણાઈને જેમ કાગડો મરે છે તેમ જિલૈંદ્રિયના વેગમાં આસક્ત જીવો વિષયો સાથે સંશ્લેષ પામીને પોતાનો નાશ કરે છે.
વળી હેમંતઋતુમાં ઘીના ઘડામાં ઘી કાંઈક થીજેલું અને કાંઈક પ્રવાહી જેવું હોય છે, જેને ખાવામાં આસક્ત ઉંદર તેમાં પ્રવેશ પામી તેમાં જ મૃત્યુ પામે છે તેમ ઇન્દ્રિયના સ્વાદમાં આસક્ત સાધુ ચારિત્રરૂપ પ્રાણથી નાશ પામે છે. વળી ગાયના છાણમાં આસક્ત એવો સરોવરવાસી કાચબો ગાયનું છાણ ખાવામાં આસક્ત હોય તો ગાયની ખુરી નીચે કચડાઈને મરે છે તેમ સાધુ આહાર વાપરતી વખતે સ્વાદની આસક્તિથી ચારિત્રના પ્રાણનો નાશ કરે છે. વળી મડદામાં રહેલી માંસપેશીમાં લુબ્ધ માંસ ખાવામાં આસક્ત કાગડો, તે મડદું સુકાવાથી સંકોચાય ત્યારે તેમાં દબાઈને મરે છે તેમ આહાર ગ્રહણ કરવામાં આસક્ત થયેલ સાધુ ચારિત્રના પરિણામનો નાશ કરે છે. વળી માછલાને પકડવા માટે મૂકેલા માંસના ટુકડામાં વૃદ્ધ મત્સ્ય જેમ વિંધાઈને મૃત્યુ પામે છે તેમ જિલૈંદ્રિયમાં પ્રસક્ત સાધુ આહારમાં આસક્ત થઈને ચારિત્ર રૂપી પરિણામનો નાશ કરે છે. વળી ઘ્રાણેદ્રિયપ્રસક્ત જીવો કઈ રીતે વિનાશ પામે છે ? તે દૃષ્ટાંતથી બતાવે છે –
ઔષધિની ગંધથી લુબ્ધ થયેલ સર્પને ખેંચીને જેમ તેના ટુકડા કરવામાં આવે છે તેમ ઘાણંદ્રિયપ્રસક્ત સાધુ પોતાના ભાવપ્રાણનો નાશ કરે છે અથવા માંસની ગંધને અનુસરી પાંજરામાં પુરાઈ વિનાશ પામતા ઉંદરની જેમ ધ્રાણેદ્રિયપ્રસક્ત સાધુ સંયમનો નાશ કરે છે.
વળી સ્ત્રીદર્શનના પ્રસંગથી અર્જુન ચોરનો જેમ નાશ થયો તેમ ચક્ષુરિંદ્રિયપ્રસક્ત જીવો પોતાના ભાવપ્રાણનો નાશ કરે છે. દીવાના પ્રકાશમાં લુબ્ધ થયેલા પતંગિયાની જેમ ચક્ષુરિંદ્રિયમાં પ્રસક્ત જીવો