________________
તત્ત્વાર્થીપગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂચ-૬
તે વિશેષ ગુણો જ બતાવે છે –
અબ્રાની વિરતિ, યથોક્ત એવી વ્રતની ભાવના, ઇષ્ટ એવા સ્પર્શ, રૂપ, રસ, ગંધ, શબ્દ આદિ અને વિભૂષામાં અનભિનંદિપણું બ્રહ્મચર્યથી પ્રાપ્ત થાય છે.
રૂતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ માટે છે. ૧૦૫ ૯/૬ ભાવાર્થ :(૧૦) બ્રહ્મચર્યચતિધર્મ –
સાધુના દશ પ્રકારના ઉત્તમ ધર્મમાંથી અંતિમ બ્રહ્મચર્યરૂપ ઉત્તમ ધર્મ ગુરુકુલવાસ છે. ગુરુકુલવાસને બ્રહ્મચર્યધર્મ આત્મક શા માટે કહેલું છે ? તેથી કહે છે – પાંચ મહાવ્રતોરૂપ વ્રતના પરિપાલન માટે ગુરુકુલવાસ છે, નવા નવા શ્રુતની અભિવૃદ્ધિ માટે ગુરુકુલવાસ છે અને ક્રોધ આદિ ચાર કષાયોને ક્ષણ-ક્ષીણતર કરવા અર્થે ગુરુકુલવાસ છે. તેથી એ પ્રાપ્ત થાય કે આત્માનું સ્વરૂપ બ્રહ્મમય છે, તેમાં ચરણની ક્રિયા તે બ્રહ્મચર્ય છે. તે બ્રહ્મચર્ય ગુરુકુલવાસથી જ પ્રગટ થાય છે. માટે બ્રહ્મચર્યના કારણભૂત ગુરુકુલવાસને બ્રહ્મચર્ય કહેલ છે.
અહીં પ્રશ્ન થાય કે ગુરુની સાથે વસવારૂપ ગુરુકુલવાસથી કઈ રીતે બ્રહ્મમાં ચરવાની ક્રિયાની પ્રાપ્તિ થઈ શકે ? તેથી કહે છે –
ગુરુકુલવાસનાં ત્રણ પ્રયોજન છેઃ (૧) વ્રતપરિપાલન, (૨) જ્ઞાનની અભિવૃદ્ધિ, (૩) કષાયનો પરિપાક. તેથી જે ગુરુકુલવાસથી આ ત્રણ કાર્યો થાય તે ગુરુકુલવાસ આત્માને બ્રહ્મમાં ચરવાની ક્રિયાનું કારણ બને છે; કેમ કે ગુણવાન ગુરુ શિષ્યનાં પાંચ મહાવ્રતો કઈ રીતે સ્થિર થાય ? તેની ઉચિત ચિંતા કરીને સતત વ્રતપાલન માટે ઉચિત અનુજ્ઞા આપે છે. જેથી તે પ્રમાણે ઉચિત આચારોને સેવીને શિષ્યમાં વ્રતના પરિણામો સતત સ્થિર-સ્થિરતર થાય છે.
વળી વ્રતના પરિણામોને સ્થિર કર્યા પછી નવું નવું જ્ઞાન વૃદ્ધિ પામે તે માટે ગુરુકુલવાસ ઇષ્ટ છે; કેમ કે સમ્યજ્ઞાન સમ્યગ્ પ્રવૃત્તિ કરાવીને હિતમાં જ પ્રવૃત્તિ કરાવે છે. ગુરુકુલવાસમાં સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય તો હિતને અનુકૂળ પ્રવૃત્તિ સદા વૃદ્ધિ પામે, જેથી ગુરુકુલવાસ બ્રહ્મચર્યનું કારણ બને છે.
વળી અનાદિકાલથી જીવમાં કષાયોની પરિણતિ વિદ્યમાન છે. ગુરુકુલવાસમાં રહેલા શિષ્યની કષાયની પરિણતિને ઉચિત ઉપદેશ આપવા દ્વારા ગુરુ ક્ષણ-ક્ષીણતર કરે છે. માટે ગુરુકુલવાસ બ્રહ્મચર્યનું કારણ બને છે. તેથી ગુરુકુલવાસને જ બ્રહ્મચર્ય કહેલ છે. આ વચનથી ગુરુકુલવાસમાં વર્તતા પાંચ આચાર્યરૂ૫ ગુરુઓ શિષ્યોમાં ત્રણ કાર્યો કરનારા છે, એમ ફલિત થાય છે; કેમ કે તેઓના બળથી જ વ્રતપરિપાલન, જ્ઞાનની અભિવૃદ્ધિ અને કષાયના પરિપાકરૂપ કાર્ય થાય છે.
વળી ગુરુકુલવાસમાં રહેલ શિષ્ય કઈ રીતે વસે તો વ્રતપરિપાલનાદિ ફળની પ્રાપ્તિ થાય, જેથી બ્રહ્મચર્યરૂપ ઉત્તમધર્મની પ્રાપ્તિ થાય ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –