________________
..
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૬ ન કરે તો દેહ પ્રત્યેના મમત્વનું પોષણ થાય. ફલસ્વરૂપે અત્યંતરતપનો ઉપઘાત થાય છે; કેમ કે સ્વાધ્યાય આદિની ક્રિયા દ્વારા પણ અત્યંતરતપની વૃદ્ધિ શાતાની લાલસાવાળા સાધુને થતી નથી. તેથી શરીરની શક્તિનું સમાલોચન કરીને અત્યંતરતપની વૃદ્ધિનું કારણ બને તેવું સર્વ બાહ્યતપ સાધુએ અવશ્ય આવરવું જોઈએ. તેથી જે મહાત્માઓમાં વિશેષ પ્રકારની શક્તિ છે તેઓ સ્વભૂમિકાનુસાર વિશેષ પ્રકારના પણ તપો કરે છે. આ સર્વ તપ અવશ્ય અત્યંતરતપની વૃદ્ધિનું કારણ હોય તો જ પ્રમાણભૂત છે. આવા વિશેષ તપો પ્રકીર્ણક તપો છે અને તે અનેક પ્રકારના છે.
અહીં યવમધ્યચંદ્રપ્રતિમા આદિ જે તપો બતાવ્યા ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે આ પ્રકારે યવના દૃષ્ટાંતથી અને વજ્રના દૃષ્ટાંતથી તપને કરવાનું પ્રયોજન શું ? ત્યાં એ પ્રકારે અર્થ ભાસે છે કે જીવનાં અધ્યવસાયસ્થાનો અનેક પ્રકારનાં છે. તેથી અતિશયજ્ઞાનીએ તે પ્રકારે જ જોયેલું છે કે તે તે પ્રકારના આલંબનથી કરાતા તપો જ ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ છે. આથી પ્રથમ સાત પ્રતિમાઓમાં પ્રથમ પ્રતિમા એક મહિનાની, બીજી પ્રતિમા બે મહિનાની એમ વૃદ્ધિના ક્રમથી અનુક્રમે સાતમી પ્રતિમા સાત મહિનાની છે. ત્યાં કોઈ વિચારે કે એક મહિનાની પ્રતિમા બે મહિના સેવીએ તો શું વાંધો આવે ? એ પ્રકારે સ્વમતિ અનુસાર કુવિકલ્પો કરવા ઉચિત નથી. પરંતુ અતિશય જ્ઞાનીએ તે તે ભાવોની વૃદ્ધિ માટે તે તે પ્રતિમાની જે જે કાલાવધિ નક્કી કરી હોય તે જ જીવ માટે વિશેષ નિર્જરાનું કારણ છે. માટે વિવેકી પુરુષો ભાવવૃદ્ધિ થાય અને તેવી શક્તિનો સંચય થયો હોય તો પોતાના ભાવના અતિશયાર્થે પ્રકીર્ણક તપો કરે છે. જઘન્યથી નવમા પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વની ત્રીજી આચારવસ્તુનું અને ઉત્કૃષ્ટથી કિંચિત્ ન્યૂન દશપૂર્વ સુધીનું શ્રુતજ્ઞાન ધરાવતા મહાસત્ત્વશાળી મહાત્માઓ ગુણસ્થાનકની વૃદ્ધિના પ્રયોજનથી માસિકીપ્રતિમા આદિ ભિક્ષુપ્રતિમાઓને વહન કરે છે.
આ પ્રતિમાઓને વહન ક૨વા માટે જરૂરી શ્રુતજ્ઞાન અને સત્ત્વ જેઓની પાસે હજુ સંચિત થયાં નથી તેવા જીવોએ આ બધા પ્રકીર્ણક તપોનું સ્વરૂપ જાણીને, તે તે પ્રકીર્ણક તપ કરનારા મહાત્માઓ કઈ રીતે સત્ત્વના પ્રકર્ષથી તે તપ કરતા હતા અને પ્રતિમાઓને વહન કરતા હતા ? તેનો બોધ કરીને તેમના પ્રત્યે અત્યંત બહુમાનભાવ ધારણ કરવો જોઈએ. આ બહુમાનનો અતિશયિત થાય તો તે તપનું ફળ પણ વર્તમાનમાં શક્તિ અનુસાર તપ કરનાર મહાત્માને મળે છે. ના
ભાષ્ય :
बाह्याभ्यन्तरोपधिशरीरान्नपानाद्याश्रयो भावदोषपरित्यागस्त्यागः ८ ।
ભાષ્યાર્થ :
बाह्य ત્યાઃ ।। બાહ્ય-અત્યંતર ઉપધિ, શરીર, અન્નપાનાદિ આશ્રયવાળો ભાવદોષનો પરિત્યાગ ત્યાગ છે=બાહ્ય ઉપધિરૂપ અન્નપાનના આશ્રયવાળો અને અત્યંતર ઉપધિરૂપ શરીરના આશ્રયવાળો ભાવદોષનો પરિત્યાગ=મમત્વનો પરિત્યાગ, ત્યાગ છે. ૮।।